નાલંદા શૈક્ષણિક સંકુલ ભોરિંગડા દ્વારા મોટા ખુટવડા ગામે શૈક્ષણિક સેમિનાર યોજાયો. - At This Time

નાલંદા શૈક્ષણિક સંકુલ ભોરિંગડા દ્વારા મોટા ખુટવડા ગામે શૈક્ષણિક સેમિનાર યોજાયો.


આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે હેતુ માટેના પ્રયાસના ભાગરૂપે નાલંદા વિદ્યાલય ભોરીંગડા દ્વારા મોટા ખુટવડા ગામના સામાજીક કાર્યકર રમેશ જીંજુવાડિયાના નિવાસસ્થાને શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને અલગ-અલગ પરીક્ષાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ સંસ્થા તરફથી આપવામાં આવતી સ્કોલરશીપ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને કરવામાં આવતી પ્રવૃત્તિઓ, વિચરતી વિમુક્ત જાતિના લોકોને મળતી સરકાર તરફથી સહાય તેમજ શિક્ષણને લગતી વિવિધ સફર માહિતી પુરી પાડવામાં આવી હતી આ શૈક્ષણિક સેમિનારમાં નાલંદા વિદ્યાલય ભોરીંગડાનો તમામ સ્ટાફ, વિધાર્થીઓ,વાલીઓ તથા રમેશ ‌જીંજુવાડીયાની સમગ્ર યુવા ટીમ તેમજ આસપાસના ગ્રામ્યજનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon