44 ડિગ્રીએ પારો પહોંચ્યો તો પણ કલેક્ટર કે ડિઝાસ્ટરે એલર્ટ અને માર્ગદર્શિકા પણ જાહેર ન કરી, બીજા દિવસે બપોર પછી દોડધામ - At This Time

44 ડિગ્રીએ પારો પહોંચ્યો તો પણ કલેક્ટર કે ડિઝાસ્ટરે એલર્ટ અને માર્ગદર્શિકા પણ જાહેર ન કરી, બીજા દિવસે બપોર પછી દોડધામ


રાજકોટ શહેરમાં બુધવારે ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ કારણે 72 લોકો હીટસ્ટ્રોકને કારણે બેશુદ્ધ બન્યા હતા. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ તેમજ અન્ય નાના ક્લિનિકમાં પણ દર્દીઓનો ધસારો થયો હતો. હીટવેવની આગાહી સમગ્ર રાજ્યમાં અપાઈ હતી અને દરેક સ્થળે સાવચેતીના પગલાં લેવાયા હતા પણ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર આ મામલે પણ ધગ્યું નહિ અને આકરો તાપ પડી રહ્યો હતો તે દિવસ સુધી કોઇ કામગીરી જ કરી નહિ અને લોકોમાં જાગૃતિ તેમજ વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જતા હીટસ્ટ્રોકના બનાવો વધી ગયા હતા. આ મામલે ગાંધીનગરથી ઠપકો આવતા ગુરુવારે બપોર બાદ હીટવેવની કામગીરી કરવા માટે તંત્ર દોડતું થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.