જીવનનું સાચું સુખ પૈસો નહિ પ્રકૃતિ પ્રેમ એ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું છે જીતુભાઈએ
હાલના મોર્ડન યુગમાં માણસાઈ જ્યાં ભુલાઈ રહી છે ત્યાં એક વ્યક્તિ એ 150 કપિરાજો સાથે ભાઈબંધી બાંધી છે
ઋષિવનમાં જીતુભાઇની 150 કપિરાજો સાથે અનૌખી ભાઈબંધી
જીવનનું સાચું સુખ પૈસો નહિ પ્રકૃતિ પ્રેમ એ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું છે જીતુભાઈએ
હાલના મોર્ડન યુગની પરિભાષા પોતાનો સ્વાર્થ અને વૈભવી જીવન બની રહી છે. ત્યારે પ્રકૃતિના ખોળે સદાય પોતાની સવાર ખિલાવતા જીતુભાઈએ વર્ષો થી પોતાના ઘર થી દુર રહી વન્યજીવનને પોતાની જીવનપ્રણાલી બનાવી ઋષિવનમાં જ રહેવાનું પસંદ કર્યું છે. હાલના સમયમાં માણસ પાસે માણસાઈ ખૂટતી જાય ગઈ હોય તેમ માણસ માણસ માટે લાગણીઓ વિસરતી રહી છે ત્યારે જીતુભાઈએ 150 જેટલા કપિરાજોને પોતાના ભાઈબંધ બનાવી લાગણીઓ અને પશુ પ્રત્યેના પ્રેમનો સાગર વહાવી રહ્યા છે. જીતુભાઇ મતે જીવનનું સાચું સુખ માત્ર પૈસો જ નથી પ્રકૃતિ પ્રેમ એ માણસને અઢળક સંપત્તિ હોવા છતાં જે માનસિક તણાવ રહ્યો હોય છે તેને દૂર કરે છે. માણસ પોતાનો ખોરાક છીનવીને પણ લઈ શકે છે જોકે પશુઓ માટે હાલમાં જંગલ વિસ્તારો ઘટી જતાં ખોરાકનો શોધ પણ મુશ્કેલ બને છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જો પશુઓની સેવા થઈ શકે તો અવ ઈશ્વરની સેવા કરવા બરોબર છે.
સામન્ય રીતે કપિરાજને વન્ય જીવમાં ગણતરી કરાઈ છે. ત્યારે જીતુભાઇ સાથે જોવા મળતા કપિરાજો કદાચ માણસને પણ શરમાવે તે રીતે તેમની સામે ટોપલામાં ખોરાક પડ્યો હોવા છતાં તેમના મિત્ર જીતુભાઈ પોતાના હાથે આપે તો જ તે ખોરાક ખાઈ રહ્યા છે. લાગણી અને પ્રેમ દ્વારા વન્ય જીવમાં અનોખો બદલાવ આવી શકતો હોય તો નાગરિકોએ પણ એક બીજા પ્રત્યે લાગણીઓ થી જોડાવવું જ જોઈએ.
આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.