રાજકોટમાં વધુ એક વાર નવજાત બાળકને માતાએ ત્યજી દીધું : બાળકનું ભ્રુણ કચરાના ઢગલામાંથી મળ્યું - At This Time

રાજકોટમાં વધુ એક વાર નવજાત બાળકને માતાએ ત્યજી દીધું : બાળકનું ભ્રુણ કચરાના ઢગલામાંથી મળ્યું


રાજકોટ શહેરમાં વધુ એક નવજાત બાળકનું ભ્રુણ કચરાના ઢગલા માંથી મળી આવ્યું છે. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવ બન્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બનાવની વિગત અનુસાર, રાજકોટમાં વધુ એક માતાએ પોતાના બાળકને તરછોડી કચરાના ઢગલામાં ફેંકી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કવાભાઈ ગોલતર નામના વ્યક્તિ મંછાનગર પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કચરાના ઢગલામાં પડેલા બાળક પર પડ્યું. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મંછાનગર શેરી નંબર 10 થી આગળ ટેકરી પર આવેલા સુલભ શૌચાલયની સામે આવેલા ખુલ્લા પ્લોટમાંથી જન્મેલા બાળકનું ભ્રૂણ મળી આવ્યું છે. માતાએ ક્યા કારણોસર આ કૃત્ય કર્યું તેમ જ મહિલા કોણ છે તે અંગેની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.