સુઈગામ પ્રાંત કલેકટરના અધ્યક્ષાથાને બી.એસ.એફ કેમ્પ ખાતે 10મા બૂટ કેમ્પનો શુભારંભ. - At This Time

સુઈગામ પ્રાંત કલેકટરના અધ્યક્ષાથાને બી.એસ.એફ કેમ્પ ખાતે 10મા બૂટ કેમ્પનો શુભારંભ.


વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સીમા સુરક્ષા દળ, દાંતીવાડા દ્વારા "શેઠ મંગલચંદ ચૌધરી સરકારી કૉલેજ", આબુ રોડ (રાજસ્થાન) ના ૨૦ વિદ્યાર્થીઓ માટે બીએસએફ કેમ્પ સુઈગામ ખાતે ત્રિદિવસીય ૧૦ મા એડવેન્ચર બૂટ કેમ્પનો શુભારંભ કરવામાં કરાયો હતો, જેમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ફ્રન્ટીયર હેડકવાર્ટર ગુજરાત અને પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ,બીએસએફ કેમ્પસ સુઇગામ ખાતે સુઈગામ પ્રાંત અધિકારી અરવિંદ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ત્રિદિવસીય બુટ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો,સુઈગામ બીએસએફ કેમ્પ ખાતે યોજાનારા આ ૧૦મો બુટ કેમ્પ તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન વિદ્યાર્થીઓને સીમા સુરક્ષા દળ દ્વારા શારીરિક તાલીમ,અવરોધ કોર્સ, મેપ પ્રેક્ટિસ, રૂટ માર્ચ, રહેવાની વ્યવસ્થા સહિતની સુવિધા આપવામાં આવશે.નડાબેટ પક્ષી અભયારણ્યની મુલાકાત સાથે અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્યા સ્થાનિક જોવાલાયક સ્થળોનો અનુભવ થશે. આ એડવેન્ચર બૂટ કેમ્પ સહભાગીઓને અન્ય પ્રવૃત્તિઓ જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એક ઇમર્સિવ અને ઇમર્સિવ અનુભવ પણ પ્રાન કરશે જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે એવું બીએસએફ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
સુઈગામ બીએસએફ કેમ્પ ખાતે યોજાયેલ બૂટ કેમ્પ્ બીએસએફ અધિકારીઓ તેમજ બીએસએફ જવાનો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image