ભાજપ દ્વારા રૂપાણી, પટેલ, ફળદુ અને ચુડાસમાનો મહત્વની કોર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો, ભાજપ કોર કમિટીમાં કરાયો મોટો ફેરફાર જોવા મળ્યો
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં બદલાવ કરવામાં આવ્યા છે. ભાજપ કોર કમિટીમાં કરાયો મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે ગાંધીનગરમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી હતી. જેમાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરાયું હતું. ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપની કોર કમિટીમાં પણ મોટો ફેરફાર કરાયો છે. સિનિયર નેતાઓનો કોર કમિટીમાં સમાવેશ કરાયો છે. 6 સિનિયર નેતાઓનો કોર કમિટિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કોર કમિટીમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોધરાની એન્ટ્રી થઇ છે. તો આર.સી.ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ થયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા. સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન બેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો કોર કમિટીમાં સમાવેશ થયો હતો.
આ સભ્યો રહેશે કોર કમિટીમાં
1. સી.આર પાટીલ
2. ભુપેન્દ્ર પટેલ
3. હર્ષ સંઘવી
4. વિજય રૂપાણી
5. નીતિન પટેલ
6. જીતુ વાઘાણી
7. શંકર ચૌધરી
8. ગણપત વસાવા
9. રંજન ભટ્ટ
10. રત્નાકર
11. પ્રદીપસિંહ વાઘેલા
12.ભાર્ગવ ભટ
13. વિનોદ ચાવડા
14. રજની પટેલ
15. ભુપેન્દ્રસિંહ ચુડાસમા
16. ભરત બોઘરા
17. આર.સી. ફળદુ
18. ભારતીબેન શિયાળ
ભાજપમાં રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ.સંતોષ કમલમ ખાતે સોશિયલ મીડિયા અને IT સેલના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. જેમાં 2022ની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. વર્તમાન સ્થતિમાં IT અને સોશિયલ મીડિયાની કામગીરીનું નિરિક્ષણ કર્યું અને કેવી તૈયારી તે અંગે ચર્ચા કરાઇ. આ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન આપતા કહ્યું હતું કે, બી.એલ સંતોષ અમારા રાષ્ટ્રીય નેતા છે. ચૂંટણીલક્ષી મુદ્દે ચર્ચા કરવા માટે આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.