સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ દાદાના મંદિરે ધામધૂમથી શાકોત્સવ ઉજવાયો
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.28-01-2023ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ભવ્ય શાકોત્સવ આયોજન કરવામાં આવેલ, શાકોત્સવ અંતર્ગત દાદાને પરંપરાગત દિવ્ય શૃંગાર કરી સવારે મંગળા આરતી તથા શણગાર આરતી મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ અને ભવ્ય શાકોત્સવમાં સાંજે:4 કલાકે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ ધામોધામથી સર્વે સંતો પધારી આશીર્વાદ આપેલ. શાકોત્સવમાં સ્વામી દેવપ્રકાશદાસજી(ચેરમેન),ડૉ.શાસ્ત્રી સ્વામી સંતવલ્લભદાસજી(મુખ્ય કોઠારી) વડતાલ,ગોકુલધામ નારથી શુકદેવપ્રસાદદાસજી તેમજ જૂનાગઢ,ગઢડા, વડતાલ વિગેરે ધામોધામથી સંતો તેમજ હાસ્ય કલાકાર હિતેશ અંટાળા ખાસ હાજર રહેલ.મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ સંતમંડળ દ્વારા શાકોત્સવમાં પધારેલ હજારો હરિભક્તો માટે દર્શન-મહાપ્રસાદની વ્યવસ્થા કરવા આવેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.