85 માણાવદર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના અરવિંદ લાડાણી નો વિજય થતા વંથલીનાં રાજમાર્ગો પર નીકળ્યું ભવ્ય સરઘસ... - At This Time

85 માણાવદર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના અરવિંદ લાડાણી નો વિજય થતા વંથલીનાં રાજમાર્ગો પર નીકળ્યું ભવ્ય સરઘસ…


85 માણાવદર વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી નું ભવ્ય વિજય થતા કોંગ્રેસ દ્વારા વંથલી શહેરના રાજમાર્ગો પર ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું ડીજેના તાલે અને ભવ્ય આતશબાજી સાથે વંથલી શહેરના કોંગ્રેસી કાર્યકરો દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢી વિજય જશ્ન મનાવાયો હતો આ તકે ચૂંટાયેલા પ્રતિનિધિ અરવિંદભાઈ લાડાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહ, નગરપાલિકા ના સદસ્યો અને સંગઠનના વિવિધ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભવ્ય વિજય સરઘસ વંથલીના રાજમાર્ગો ઉપર ફરી વળ્યો હતો. કોંગ્રેસના સમર્થનમાં મતદાન કરવા બદલ તમામ મતદારોનો જાહેર આભાર વ્યક્ત કરતા અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના કોઈ પણ પ્રશ્ન બાબતે હર હંમેશ પ્રજાની વચ્ચે રહેવાનો કોલ આપી મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો,વિજય નો શ્રેય કાર્યકરો ની તનતોડ મહેનત નું પરિણામ હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ એ જણાવી કાર્યકરો હોદ્દેદારો નો પણ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં નગર પાલિકા ની ચુંટણી નાં કામે લાગી જવા હાકલ કરી હતી...

રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image