કેશોદ એસટી ડેપોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન - At This Time

કેશોદ એસટી ડેપોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


કેશોદ એસટી ડેપો કર્મચારી  તથા ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા એસટી ડેપોમાં બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું 

દુનિયાભરમાં સારવાર દરમિયાન લોહીની કમીથી દર વર્ષે લાખો લોકોના મોત થાયછે પરંતુ જ્યારે કોઇ વ્યક્તિ રક્ત અને પ્લાઝમા દાન કરેછે ત્યારે એક જીવન રક્ષક તરીકે બીજાનો જીવ બચાવવાનું કામ કરેછે રક્તદાન કરવુ બીજા લોકો માટે પણ અનેક રીતે ફાયદાકારકછે આ રક્તદાતાના સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારકછે રક્તદાન કરવાથી શરીર અને બાકીના અંગોને શું ફાયદાઓ થાયછે બ્લડ ડોનર જો બ્લડ ડોનેટ કરે છે તો શું ફાયદો થાય છે? જેના કારણે શરીર તમામ રોગોથી સુરક્ષિત રહેછે અને મન એક્ટિવ રહેછે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેછે હાર્ટની હેલ્થમાં પણ વધારો થાયછે વજન નિયંત્રણમાં રહેછે અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું રહેછે

    બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત એસટી ડેપો મેનેજર ભીલ સાહેબ તથા એસટી સ્ટાફ ભારત વિકાસ પરિષદનાં પ્રમુખ મહાવીર સિંહ જાડેજા ડો સ્નેહલ તન્ના પૂર્વ પ્રમુખ જગમાલભાઈ નંદાણીયા  સંયોજક આરપીસોલંકી વિજય મહેતા સરદાર પટેલ વોલેન્ટર બ્લડ બેંકનાં સભ્યો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી

     આ તકે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત ડેપો મેનેજર ભીલ સાહેબ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં એસટીનાં કર્મચારીઓ ભારત વિકાસ પરિષદનાં સભ્યો તેમજ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું 72 જેટલી બોટલ કેશોદની પ્રસિદ્ધ બ્લડ બેંક સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંકનાં સંજય કુંભાણી ભરત ગોસાઈ જય કારીયાના સહકારથી કલેક્ટ કરવામાં આવ્યું હતું 

   આ કાર્યક્રમને સફળ બનાવવા ડેપો મેનેજર ભીલ સાહેબ મનસુખભાઈ સિંગલ એટીઆ દ્વારા ખુબજ મહેનત કરવામાં આવીછે

  સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવેલ હતું

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. 97234 44990


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.