કલેક્ટર; ચીનમાં નવો વેરિઅન્ટ જોખમી છે, આપણે ત્યાં શુ સ્થિતિ?, તબીબો;વેક્સિનેશન અને હર્ડ ઈમ્યુનિટીને કારણે આપણે સુરક્ષિત
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલમાં બોલાવી તાકીદની બેઠક, હોસ્પિટલ તંત્રની તૈયારી ચકાસી પૂછ્યો મહત્ત્વનો પ્રશ્ન.
ભાવનગરમાં નવા વેરિઅન્ટનો એક કેસ આવ્યો જે સ્વસ્થ છે, રાજકોટમાં હાલ એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.
ચાઈનામાં ઓમિક્રોન વાઇરસનો બીએફ.7 વેરિઅન્ટ ખૂબ જ પ્રસરી રહ્યો છે અને કેસ ધડાધડ વધી રહ્યા છે. આ કારણે ભારતમાં પણ આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ કરાઈ છે. ખાસ કરીને ભાવનગરમાં ચાઈનામાં દેખાયેલા વેરિઅન્ટનો કેસ દેખાતા રાજ્યનું આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કચેરીએ બેઠક બોલાવવાને બદલે સ્થળ પર જ ચકાસણી કરવાનો નિર્ણય લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મેડિકલ કોલેજમાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર.એસ. ત્રિવેદી તેમજ વિવિધ વિભાગના વડા, તબીબો અને અધિકારીઓને બોલાવીને તૈયારીઓ જાણી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.