હોસ્પિટલ નિરીક્ષણ કરવા જતા શોખી ઉઠ્યા દર્દીઓને બહારની દવા લખી દીધી ને ડોળાસા સીએસસી મા એક કરોડની દવા એક્સપાયરી બની - At This Time

હોસ્પિટલ નિરીક્ષણ કરવા જતા શોખી ઉઠ્યા દર્દીઓને બહારની દવા લખી દીધી ને ડોળાસા સીએસસી મા એક કરોડની દવા એક્સપાયરી બની


કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ત્રણ કરોડના ખર્ચે અધતન હોસ્પિટલ નું નિર્માણ થયું હતું અને બે વર્ષથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ છે અહીંયા સુવિધાઓ ન હોવાથી માજી સરપંચ જેઠાભાઈ મોરી પંચાયતના સદસ્ય કાદુભાઈ ડોડીયા વિજયભાઈ પરમાર સહિતના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર વિજયભાઈ પુરવ પાસે રજૂઆત કરવા ગયા હતા બાદમાં હોસ્પિટલના ઉપરના ભાગે નિરીક્ષણ કરવા જતા જોકે ઉઠ્યા હતા કારણ કે અહીંયા પાંચ રૂમમાં દવાઓ જથ્થો જોવા મળ્યો હતો

જેમની તપાસ કરતાં આ તમામ દવાની તારીખ વીતી સુખી હોવાનું બહાર આવ્યું હતું. આશરે 1 કરોડથી વધુ નો જથ્થો હોવાનું જાણવા મળી રહ્યું છે અને વધુમાં મળતી વિગત મુજબ આ દવા સારવાર માટે આવતા દર્દીઓને નિ: શુલક આપવાની થતી હોય છે જે હવે નકામી થઈ ગઈ છે

કોઈએ તપાસ કેમ ન કરી? આટલો દવાનો જથ્થો મળી આવતા આગેવાનો પણ વિચારતા થઈ ગયા હતા ત્યારે સવાલ એ થાય કે હોસ્પિટલ દેખરેખની જેમની જવાબદારી હશે એ અધિકારીના ધ્યાનમાં કેમ આ દવાઓ જતો ન આવ્યો તેમ જ જરૂરિયાતથી વધુ મંગાવી લેવાય હતી કે દર્દીઓને દિલસુખ આપતી જ ન હતી એ પણ એક તપાસનો વિષય બની રહ્યો છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.