ધંધુકા ખાતે ચુડાસમા રાજપુત સમાજ દ્વારા પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ક્ષત્રિય સમાજના દિવાળી સમાન સૌથી મોટા પર્વ દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
બહોળી સંખ્યામાં નાના મોટા સૌ યુવાનો વડીલો દ્વારા વિધિવત રીતે શસ્ત્રોનું પૂજન કરાયું, ઘોડે સવારી અને કરતબો તેમજ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માથે પાઘડી સાફા જેવા પારંપરિક પોશાક અને વેશભૂષા સાથે શસ્ત્ર પૂજન અને ત્યારબાદ સમગ્ર ધંધુકા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, અને ચુડાસમા રાજપૂત સમાજના બંધારણ શતાબ્દી મહોત્સવ રથયાત્રાનો સમાપન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવાનો વડીલો અને બાળકો મહિલાઓ યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાપન સભા યોજાઈ હતી, આગામી દિવસો માં જે શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે તે અંગે સમજ અને વિચાર રજૂ કરવામાં આવ્યા હતા. 100 વર્ષ પહેલાં સમાજના બંધારણનું ઘડતર કરનાર મનુભા બાપુના પરિજનોના ઘરે રથને વિરામ આપવમાં આવ્યો હતો ધંધુકા ખાતે ચુડાસમા રાજપુત સમાજની બોર્ડિંગ ખાતે કોરોના કાળના 2 વર્ષ બાદ પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વર્ષોથી ઉજવાતો શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં ધંધુકા બરવાળા ધોલેરા રાણપુર તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો આગેવાનો સમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ક્ષત્રિયોના દિવાળી સમાન સૌથી મોટા પર્વ દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કર્યું હતું અને ત્યારબાદ ધંધુકા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં ઘોડાઓ અને ઢોલ નગારા સાથે ક્ષત્રિય સમાજના પારંપરિક પોશાક અને સાફા પાઘડી સાથે મોટી સંખ્યામાં શોભાયાત્રા યોજાઈ હતી જેનું ઠેર ઠેર પુષ્પ વર્ષા સાથે અન્ય સમાજો દ્વારા પણ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ધંધુકા ચુડાસમા રાજપૂત સમાજના બંધારણની મનુભા બાપુ એ 100 વર્ષ પૂર્વે રચના કરી હતી. આ ગૌરવની આન બાન શાન સાથે બંધારણ શતાબ્દી મહોત્સવની ઉજવણી થનાર છે જેને અનુલક્ષીને પાછલા 10 દિવસથી રથયાત્રા ચુડાસમા રાજપુત સમાજના તમામ ગામોમાં ફરી રહી હતી જે યાત્રાનું આજે આર્યવીજય સોસાયટી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું સમાપન સમારોહમાં સમાજના પ્રમુખ સહિત હોદ્દેદારો, વડીલો, યુવાનો ,માતાઓ બહેનો અને દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વક્તાઓ એ સમાજ માટે ગૌરવ રૂપ આ પ્રસંગ ની રૂપરેખા આપી હતી સમાજ માં શિક્ષણ, સંસ્કાર અને એકતા સ્થાપિત થાય તે અનુરોધ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.