વાવ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસને પડી શકે છે ફટકો - At This Time

વાવ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસને પડી શકે છે ફટકો


વાવ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસને પડી શકે મોટો ફટકો

2022ની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને બીજી બાજુ હલચલ પણ મચેલી છે ત્યારે વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર વાવ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસને પડી શકે છે ફટકો

વાવ વિધાનસભાની વાત કરીએ તો 2007મા થરાદ વાવ વિધાનસભાનુ વિભાજન થયું ત્યારે થરાદ અને વાવ એમ બે અલગ અલગ વિધાનસભામાં સિટો અસ્તિત્વમાં આવી ત્યારથી વાવ સિટ ઉપર ઠાકોર સમાજ દલીત ચૌધરી સમાજના મતોનું પ્રભુત્વ રહ્યું છે ત્યારે ઠાકોર સમાજ પછી દલીત સમાજના 45000 હજાર મતો વાવ બેઠકમાં આવેલા છે આ બેઠક ઉપર દલીત સમાજે હરહંમેશ કાંગ્રેસ ને ખોબલે ખોબલે મત આપતા હોય છે પરંતુ ચુંટણી જીત્યા બાદ કાંગ્રેસી ધારાસભ્ય દલીત સમાજની અવગણના કરે છે ત્યારે દલીતોના કોઈ જ પ્રશ્નો સાંભળવા કે હલ કરવામાં રસ દાખવતા નથી તેથી આવખતની ચુંટણી મા કાંગ્રેસના જુના કાયૅકરો અને અગ્રણીઓ કાંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી છે ત્યારે કાંગ્રેસથી નારાજ થઈ વાવ સીટ ઉપર ઉમેદવારી નોંધાવવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ગત 2017ની ચુંટણીની વાત કરીએ તો તે વખતે વાવ તાલુકાના મોરીખા ગામના વતની શિક્ષિત અને યુવા દલીત અગ્રણી શાંતિલાલ રાઠોડે ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે તનતોડ મહેનત કરી હતી જેના ફળસ્વરૂપે દલીત સમાજના મોટા ભાગના મતો કાંગ્રેસ ને મળતાં ગેનીબેન ઠાકોર ચુંટણી જીતવામાં સફળ રહ્યા હતા પરંતુ ત્યારબાદ પણ દલીત સમાજની કાંગ્રેસ પક્ષે જોઇએ તેવી કદર કરી નથી જેથી આ અંગે શાંતિલાલ રાઠોડે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે 1962 થી દલીત સમાજ કાંગ્રેસની સાથે રહ્યો છે ત્યારે વાવ બેઠકના 174 ગામોમાંથી 170 ગામોમાં દલિત મતોનું પ્રભુત્વ રહ્યું છે 182 બેઠકોમાં જો સૌથી વધારે દલીત મતો હોય તો એ વાવ બેઠકમાં છે ત્યારે કાંગ્રેસ અને ભાજપ અનુજાતિની 13 બેઠક ઉપરજ ટિકિટ ફાળવે છે જ્યારે જનરલ બેઠક ઉપર અનુજાતિને ટિકિટ ફાળવતી નથી ત્યારે ગત 2017મા વાવની વિધાનસભા સિટ ઉપર દલીત મતોથી કાંગ્રેસના મહિલા ઉમેદવાર વિજય બન્યા હતા તેમ છતાં જીલ્લા પંચાયતની વાવ અને ટડાવ સિટ કાંગ્રેસના દલિત ઉમેદવારોએ સિટ ગુમાવી પડી તેમજ વાવની તાલુકા પંચાયત અને ભાભર નગરપાલિકા ખોવી પડી તેમ છતાં ફરીથી 2022ની ચુંટણીમાં વાવ બેઠક ઉપર પોતાની પ્રબળ દાવેદારી ને લઈ દલિત સમાજના યુવા અગ્રણી શાંતિલાલ રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તજવીજ હાથ ધરી છે ત્યારે વધુમાં પોતાનો બાયોડેટા આમ આદમી પાર્ટી સમક્ષ રજુ કરીને પણ ટિકિટની માગણી કરી છે ત્યારે બીજી વખત ફરીથી ગેનીબેન ઠાકોર ઉમેદવાર બની ગયાં છે બીજા કોઈ સમજને તક નહીં જેની નારાજગીને લઈ દલિત સમાજના આ યુવા અગ્રણીએ અપક્ષમાં ઉમેદવારી વાત કરતાં કાંગ્રેસ પાટીૅમા હલચલ મચી જવા પામી છે
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ સમાચાર તથા જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.