વાગરા: શ્રીમતી MMM પટેલ હાઈસ્કૂલની બાઉન્ટરીવોલનું નિર્માણ, અત્યાર સુધીમાં સ્કૂલમાં 23 લાખનું યોગદાન
વાગરા સ્થિત શ્રીમતી MMM પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં 5 ફિટ ઊંચાઈ અને 50 મીટરની લંબાઈની RCC દિવાલનું કંસાઈ નેરોલેક કંપનીએ બાંધકામ કરાવ્યું હતું. આજરોજ સ્કૂલ પટાંગણમાં કંપની સંચાલકોની હાજરીમાં એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં કંપનીના સત્તાધીશો તેમજ શાળા પરિવાર હાજર રહ્યો હતો. શાળામાં અવિરત યોગદાન બદલ કંસાઈ નેરોલેક કંપનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ કંપની CSR પ્રવૃત્તિ હેઠળ અનેકવિધ જનહિતના કાર્યો કરી રહી છે. નજદીકી વિસ્તાર સહિત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ અનેક વિકાસના કાર્યોમાં સહભાગી સાબિત થઈ રહી છે. પેઇન્ટિંગ, પાણીની પરબ, પાણીની ટાંકી, પેવરબ્લોક, લોખંડના શેડ, વોટરપૃફિંગની કામગીરી સહિત શાળાઓમાં શૈક્ષણિક કીટ સહિતની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. જિલ્લાના બહુધા ગામોમાં પોતાની CSR એક્ટિવિટી હેઠળ અનેક કાર્યો પાર પાડવામાં આવે છે. જે અંતર્ગત વાગરાની શ્રીમતી એમ.એમ.એમ પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં પણ કંસાઈ નેરોલેક કંપનીએ અંદાજીત 4 લાખના ખર્ચે 5 ફિટની ઊંચાઈ ધરાવતી 50 મીટર લંબાઈની RCC બાઉન્ટરી વોલનું નિર્માણ કરાવ્યું હતું. એટલુંજ નહીં વર્ષ 2020 થી લઈ અત્યાર સુધીમાં તબક્કાવાર રીતે અંદાજીત 23 લાખના ખર્ચે શ્રીમતી MMM પટેલ શાળાની ફરતે પ્રોટેકટેડ વોલ બનાવી આપવામાં આવેલ છે. વર્ષ 2020 થી 2024 સુધીમાં અંદાજીત 23 લાખનું યોગદાન આપી શાળાની ફરતે પ્રોટેકટેડ વોલ બનાવી આપવામાં આવેલ છે. આ વર્ષે બનાવેલ 50 મીટરની વોલનું લોકાર્પણ કરવાના હેતુસર આજરોજ સ્કૂલ પટાંગણમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં કંપનીના સત્તાધીશોનું પુષ્પગુચ્છ થકી બહુમાન કરવામાં આવ્યું હતું. શાળામાં 2020 થી અવિરત યોગદાન બદલ શાળા પરિવારે કંસાઈ નેરોલેક કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વેળાએ કંપની સત્તાધીશોએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં આગળ પણ જરૂરત પડ્યે શાળાને પૂરતો સહકાર આપવાની હૈયાધારણ આપી હતી.
ઉક્ત પ્રોગ્રામમાં કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ કંપનીના પ્લાન્ટ હેડ-રાજેશભાઈ પટેલ, CSO-પકરેશભાઈ પટેલ, PE સેક્શન હેડ-પિયુષ શર્મા, પ્રોડક્શન સેક્શન ઇન્ચાર્જ-શ્યામ મહેતા, ક્વોલિટી સેક્શન હેડ-વિશાલ ધામલે, પ્રોડક્શન સેક્શન હેડ-સંદર્ભ પટેલ સહિત શિક્ષકગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.