શિવરાત્રીએ જાહેરનામાનો ભંગ કરી ઓનલાઇન વેચાતો નોનવેજ ફુડનો 95 કિલો જથ્થો પકડાયો - At This Time

શિવરાત્રીએ જાહેરનામાનો ભંગ કરી ઓનલાઇન વેચાતો નોનવેજ ફુડનો 95 કિલો જથ્થો પકડાયો


મહાશિવરાત્રી નિમિત્તે આજે રાજકોટમાં કતલખાના બંધ રાખવા અને માંસ, મટન, મચ્છીના વેચાણ પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ મહાપાલિકાએ બહાર પાડેલુ છે ત્યારે ઓનલાઇન ફુડ ડિલેવરી પ્લેટફોર્મ પર નોનવેજ ફુડની ડીલેવરી થતી હોવાની ફરિયાદ પરથી આરોગ્ય અધિકારીની ટીમે બે સ્થળે દરોડા પાડીને 95 કિલો નોનવેજ ફૂડનો જથ્થો પકડી પાડયો હતો.
બાદમાં આ માલનો સોખડા ખાતેની ગાર્બેજ ડમ્પીંગ સાઇટમાં નાશ કરવામાં આવ્યો હતો. આજે સવારે જાહેરનામા વચ્ચે શહેરના 150 ફુટ રીંગ રોડ પર આર.કે.આઇકોનિક બિલ્ડીંગમાં આવેલ ડ્રોગેરીયા સેલર પ્રા.લી. (ઝેપ્ટો) દ્વારા ઓનલાઇન ફૂડ ડિલેવરીમાં નોનવેજનું વેચાણ પણ કરવામાં આવતુ હોવાની ફરિયાદ મળી હતી.
જેથી આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી અને અધિકારીઓ સ્થળ પર તપાસમાં ગયા હતા. આ જગ્યાએ જાહેરનામાનો ભંગ કરીને નોનવેજનું વેચાણ ચાલુ હોવાનું દેખાતા કેરેટમાં ભરાયેલા જુદા જુદા પેકેટ સાથેનો 35 કિલો માલ મળી આવ્યો હતો. આ માલ કંપની પેકડ હાલતમાં હતો. આ વેચાણથી જાહેરનામાનો ભંગ થતો હોવાથી જીપીએમસી કલમ 336 હેઠળ કંપની પાસેથી રૂા. 10 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.
આ સિવાય અન્ય ઓનલાઇન ડિલેવરી પ્લેટફોર્મ સંચાલકોને ત્યાં મનપા દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જાતે ઓર્ડર આપીને ખરાઇ કરવામાં આવી હતી. જેમાં અન્ય એક જગ્યાએથી પણ 60 કિલો માલ મળતા કુલ 95 કિલો નોનવેજ ફુડ ટીપરવાનમાં ભરીને નિકાલ માટે ડમ્પીંગ યાર્ડ મોકલી દેવાયું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image