સાબરકાંઠા જીલ્લાના-: ઇડર પોલીસ સ્ટેશનના ટ્રેક્ટર લોન કૌભાંડના મુખ્ય સુત્રધારને ઘરમાં બનાવેલ ગુપ્ત ભોયરામાંથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ હિંમતનગર તથા સાબરકાંઠા પોલીસ - At This Time

સાબરકાંઠા જીલ્લાના-: ઇડર પોલીસ સ્ટેશનના ટ્રેક્ટર લોન કૌભાંડના મુખ્ય સુત્રધારને ઘરમાં બનાવેલ ગુપ્ત ભોયરામાંથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ હિંમતનગર તથા સાબરકાંઠા પોલીસ


સાબરકાંઠા જીલ્લાના-: ઇડર પોલીસ સ્ટેશનના ટ્રેક્ટર લોન કૌભાંડના મુખ્ય સુત્રધારને ઘરમાં બનાવેલ ગુપ્ત ભોયરામાંથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ હિંમતનગર તથા સાબરકાંઠા પોલીસ........
-----------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા ઓએ સાબરકાંઠા જીલ્લાના ઇડર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ટ્રેક્ટર કૌભાંડની તપાસ સારૂ એસ.આઇ.ટી.ની ટીમ બનાવવામાં આવેલ અને એસ.આઇ.ટી.ની ટીમનું સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક સ્મીત ગોહિલ ઇડર વિભાગ ઇડરનાઓ ધ્વારા કરવામાં આવતું હોય અને એસ.આઇ.ટી.ની ટીમમાં પો.સ.ઇ.ટી.જે.દેસાઇ તથા પોલિસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ.પટેલનાઓ હોય અને આ ગુન્હાનો મુખ્ય સુત્રધાર અબ્દુલ મઝીદ અબ્દુલ સત્તાર મેમણ રહે,હિંમતનગરનાનો પકડવાનો બાકી હોય જે આરોપીને પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ આ ગુન્હાના કામે મુખ્ય સુત્રધારને પકડવા માટે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસથી આ બાબતે સતત તપાસ ચાલુમાં હતી તે દરમ્યાન અમોને ચોક્કસ બાતમી મળેલ કે સદરહું આરોપી અબ્દુલ મઝીદ અબ્દુલ સત્તાર મેમણનાનો પોતાના ઘરે આવેલ છે..

જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.રાઠોડ એલ.સી.બી.તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.રબારી એસ.ઓ.જી.તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જે.ચાવડા,એલ.પી.રાણા,પોલિસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.ખાંટ,પોલિસ સબ ઇન્સ્પેક્ટર વાય.બી.બારોટ તથા એલ.સી.બી,એસ.ઓ.જી તથા હિંમતનગર ગ્રામ્ય પોલીસની સંયુક્ત ટીમો બનાવી ટીમના માણસોને જરૂરી બ્રીફ કરી વિસ્તારથી વાકેફ કરી આરોપીના ઘરે જઇ તપાસ કરતાં મકાન લોક મારેલ હોય જેથી તેના ઘરના માણસોને બોલાવી તેઓની હાજરીમાં એક કલાક ટીમના માણસો ઘ્વારા ઘરમાં સર્ચ કરતાં આરોપી મળી આવેલ ન હોય જેથી ટીમના માણસોએ વધુ તપાસ કરતાં ઘરમાં સીડીની બાજુમાં એક ગુપ્ત ભોયરુ બનાવેલ હોય,જે ખોલી અંદર જોતાં પરચુરણ સામાન મુકેલ હોય અને તેની અંદર બીજો એક નાનો દરવાજો બનાવેલ હોય..

જે ખોલવાની કોશીષ કરતાં દરવાજો અંદરથી બંધ કરેલ હોય જે દરવાજો ખુલી શકેલ ન હોય જેથી તે દરવાજાની અંદર સામેની બાજુ બીજો કોઇ દરવાજો છે કે કેમ તેની તપાસ કરતાં કોઇ દરવાજો મળી આવેલ ન હોય અને ઘરના મુખ્ય દરવાજાના ઉપરના ભાગે એક નાની લોખંડની બારી બનાવેલ હોય જેની અંદર જોતાં પરચુરણ સામાન પડેલ હોય જેથી દરવાજો અંદરથી જ બંધ કરેલાનું જણાઇ આવેલ હોય જેથી ગુપ્ત ભોયરાનો દરવાજો જરૂરી બળ વાપરી ખોલી નાંખવામાં આવેલ..

જે ભોયરામાં જોતાં પરચુરણ સામાન મુકેલ હોય અને તેની અંદર આ કામનો મુખ્ય સુત્રધાર અબ્દુલ મઝીદ અબ્દુલ સત્તાર મેમણ રહે.મહેબુબ પાર્ક સોસાયટી મકાન નંબર ૩૯,૪૦ હિંમતનગર રૂરલ પોલિસ સ્ટેશન પાછળ સવગઢ તા.હિમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.સતલાસણા તા.સતલાસણા જી.મહેસાણાનો સંતાયેલ હોય જેને બહાર કાઢી નીચે ઉતારી પ્રાથમિક પુછપરછ કરી એલ.સી.બી.કચેરી હિંમતનગર ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને વધુ તપાસ ચાલુમાં છે..

પકડાયેલ આરોપીનું નામ જેમાં અબ્દુલ મઝીદ અબ્દુલ સત્તાર મેમણ રહે.મહેબુબ પાર્ક સોસાયટી મકાન નંબર-૩૯,૪૦ હિંમતનગર રૂરલ પોલિસ સ્ટેશન પાછળ સવગઢ તા.હિમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.સતલાસણા તા.સતલાસણા જી.મહેસાણા,પકડાયેલ આરોપીનો ગુન્હામાં શેલ જેમાં અગાઉ પકડાયેલ આરોપીઓ રાજદિપસિંહ કિશોરસિંહ ચૌહાણ તથા સુરેશ છનાજી પરમારનાઓ સાથે આ કામનો આરોપી સંપર્કમાં હોય અને આરોપી રાજદિપસિંહ વાહન લે-વેચનો દલાલીનો ધંધો કરતો હોય તેની સાથે મળી આરોપી સુરેશ મારફતે ગાહકોને સમજાવી ટ્રેક્ટર લેવા તૈયાર કરી ટ્રેક્ટરો લેવડાવી ટ્રેક્ટરોનો કબ્જો મેળવી લઇ આરોપી રાજદિપસિંહ મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારના અન્ય આરોપીઓનો સંપર્ક કરી સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડુતોને કોઇપણ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ સિવાય ઓછા ભાવે ટ્રેક્ટરો વેચી ગેરકાયદેસર રીતે રોકડ તથા આંગડીયા પેઢી મારફતે નાંણાકીય વ્યવહારો કરી ગુન્હામાં મુખ્ય ભાગ ભજવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.