વિજયનગરની શાળામાં સમર કેમ્પનું આયોજન કરાયું
આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં બાળકોના સર્વાગી વિકાસ માટે ડો કે.આર. શ્રોફ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા બાળકો પરીક્ષા પૂરી થયા પછી શાળામાં આવતા નથી ત્યારે સંસ્થાના શિક્ષકોએ આ બાળકો પ્રવૃત્તિમય રહે તે હેતુથી તા.૨૭-૪- ૨૦૨૪થી ૪-૫- ૨૦૨૪ના રોજ ભિલોડા તાલુકાની ૨૭ શાળાઓમાં સમર કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ૬૪ શિક્ષકોએ બાળકોને અલગ-અલગ પ્રવૃત્તિ કરાવી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ૧૬૫૯ બાળકોએ રસ પૂર્વક ભાગ લીધો હતો. બાળકોમાં લીડરશીપ, આત્મવિશ્વાસ વધે, તર્ક શક્તિ વધે તે માટેની પ્રવૃત્તિઓ કરાવાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.