સાળંગપુર શતામૃત મહોત્સવમાં 140 ગામના મંડળો દ્વારા સવારથી સાંજ સુધી અખંડ ધૂનનું આયોજન
સાળંગપુર શતામૃત મહોત્સવમાં 140 ગામના મંડળો દ્વારા સવારથી સાંજ સુધી અખંડ ધૂનનું આયોજન
સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 175 વર્ષ થતાં શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.સ્વામી(સ.મહા.પ્રમુખશ્રી)દ્વારા આ મહોત્સવ માટે 15 થી વધુ સંતોએ 140 થી વધુ ગામની મુલાકાત લઇ ધૂન મંડળીની મુલાકાત લીધી હતી. તેમાં 140 ગામના અલગ-અલગ મંડળો સતત દિવસ દરમિયાન સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ધૂન કરી રહ્યા છે જ્યારે આ ધૂન 4 ડોમમાં થઈ રહી છે. દરેક ડોમમાં આશરે 150થી વધુ ભક્તો ધૂન કરી રહ્યા છે.અને અખંડ ધૂનની વ્યવસ્થામાં સ્વયંસેવકો સેવા કરી શ્રી કષ્ટભંજન દેવનો રાજીપો પ્રાપ્ત કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.