જસદણના વડોદ ગામની ઘટના: 25 વર્ષીય યુવકે જિંદગીથી કંટાળી કર્યો આપઘાત - At This Time

જસદણના વડોદ ગામની ઘટના: 25 વર્ષીય યુવકે જિંદગીથી કંટાળી કર્યો આપઘાત


જસદણના વડોદ ગામે જિંદગીથી કંટાળી 25 વર્ષીય યુવકે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. જસદણના વડોદ ગામે રહેતો અને ખેતીવાડીનું કામ કરતો કિશન હરજીભાઈ ખીહડીયા નામનો યુવક જિંદગીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા વડોદ ગામમાં અરેરાટી મચી ગઈ હતી. બે વર્ષ પહેલા વિંછીયા તાલુકાના સમઢીયાળા ગામે લગ્ન થયા હતા પણ માત્ર દસ મહિના સંસાર ચાલ્યો અને ઘર કંકાસ ના કારણે પતિ પત્ની વચ્ચે છુટાછેડા થયા હતા. છેલ્લા 1 વર્ષથી એકલવયુ જીવન જીવતો હોય અને જિંદગીથી કંટાળી આખરે મોતને વાલુ કર્યું. મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લવાયો હતો. આગળની તપાસ જસદણ પોલીસે હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image