ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ત્રિદિવસીય પોલીસ એથ્લેટીક્સ મીટ ૨૦૨૩ આયોજન કરાયું. - At This Time

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ત્રિદિવસીય પોલીસ એથ્લેટીક્સ મીટ ૨૦૨૩ આયોજન કરાયું.


ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ત્રિદિવસીય પોલીસ એથ્લેટીક્સ મીટ ૨૦૨૩ આયોજન કરાયું.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા પોલીસ કર્મીઓને તણાવમુક્ત અને હળવું વાતાવરણ પ્રદાન કરવાના આશ્રયથી તા ૯/૨/૨૦૨૩ થી ૧૧/૨/૨૦૨૩ સુધી પોલીસ એથ્લેટીક્સ મીટ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વ્યસ્ત અને સતત જવાબદારીના અહેસાસ વચ્ચે કામ કરતા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સાથે તેમના પરિવારને પણ આનંદની પળો આ આયોજન થકી પ્રદાન કરવામાં આવી છે. ત્રિદિવસીય ખેલ મહાકુંભનો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ના હસ્તે પ્રારંભ કરાયો હતો.

જિલ્લા પોલીસ પરિવારના વડા ડો. લીના પાટીલ એથ્લેટીક્સ મીટ 2023 ના ઉદ્ઘાટક વેળાએ જેમને Horse Escorting સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર આવકાર આપવામાં આવ્યો હતો. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનું આયોજન કરાયું છે. પોલીસ દ્વારા આયોજિત અવસર હોય એટલે પરેડ અચૂક યોજાતી હોય છે. ભરૂચ જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ ખેલ ઉત્સવની પરેડ યોજી હતી. આ પરેડે ખુબ આકર્ષણ જમાવ્યું હતું.
પોલીસ એથ્લેટીક્સ મીટમાં 100 થી 400 મીટર દોડ, રીલે દોડ, ઊંચી-લાંબી કુદ, ગોળ ફેક સહિતની રમતોનું આયોજન કરાયું છે. જેમાં જિલ્લાના 23 પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. તો પોલીસ પરિવારના બાળકો અને સભ્યો માટે લીબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી સહિતની રમતો આયોજિત કરાઈ છે.

ગુનેગારો પાછળ ભાગતી પોલીસ ફિલ્મોમાં અને સામાન્ય જીવનમાં પણ ક્યારેક ને ક્યારેક તો આપણે જોઈ હોય છે. આજે ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામ પોલીસ અધિકારીઓ એકસાથે દોડતા દેખાય હતા. રમત ઉત્સવમાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ માટે અલગ અલગ અંતરમોં દોડનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા પોલીસ તંત્રના ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમના અધિકારીઓ રનિંગ ટ્રેક ઉપર દોડતા નજરે પડયા હતા.
જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પી.આઈ,પી.એસ.આઈ,ડીવાયએસપી એ ટ્રેક ઉપર દોડતા અને કર્મચારીઓને નિહાળી તેમની ફિટનેસ પારખી હતી તો સાથે વિજેતાઓને બિરદાવ્યા પણ હતા. મોટી સંખ્યામાં જિલ્લા પોલીસના અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોએ અલગ - અલગ રમતોમાં ભાગ લીધો હતો.

તણાવ, દોડધામ અને સતત કામકાજ વચ્ચે પોલીસ અને પરિવાર માટે ત્રણ દિવસ હળવાશની પળો માણવાનો અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી.ચિરાગ દેસાઈ,આર.આર.સરવૈયા ,સી.કે.પટેલ,આનંદ ચૌધરી ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.