કેશોદ ભારત વિકાસ પરિષદ અને શિવમ્ ચક્ષુદાન -આરેણા દ્વારા સવસાણી પરિવાર મા ચક્ષુ દાન થયું છે - At This Time

કેશોદ ભારત વિકાસ પરિષદ અને શિવમ્ ચક્ષુદાન -આરેણા દ્વારા સવસાણી પરિવાર મા ચક્ષુ દાન થયું છે


કેશોદ ભારત વિકાસ પરિષદ અને શિવમ્ ચક્ષુદાન -આરેણા દ્વારા સવસાણી પરિવાર મા ચક્ષુ દાન થયું છે

આજરોજ જમન ભાઈ મહિદાસ ભાઈ સવસાણી નું દુઃખદ અવસાન થતા તેમના સગા મનોજભાઈ દ્વારા ભારત વિકાસ પરિષદ ના ડો. સ્નેહલ તન્ના સાહેબ ના માઘ્યમ થી આરેણા શિવમ્ ચક્ષુદાન કેન્દ્ર ને જાણ કરતા, માંગરોળ અધ્યારૂ હોસ્પિટલ ના હર્દિપ સિંહ જેઠવા અને કેશોદ રઘુવંશી હોસ્પિટલ ના ડો. તન્ના સાહેબ દ્વારા મૃતકના નેત્ર નું કલેક્શન કરવા મા આવ્યું હતું અને સ્વિકાર કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવેલ,આ તકે ભારત વિકાસ પરિષદ નાં પ્રો પ્રવીણ ગજેરા, જયદીપ સોની, જગમાલ નંદાણીયા, નિશાંત પુરોહીત, જલારામ મંદિર ના દિનેશ કાનાબાર તથા જમનભાઈ ના પરિવાર સગા સંબંધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પુર્ણ સહકાર આપ્યો હતો.
ચક્ષુદાનમા મોહિત ભાઈ સોલંકી અને રાજેશભાઈ નંદાણીયા દ્વારા જરુર વાહન વ્યસ્થા અને સ્થળ ઉપર જરુર મદદ પુરી પાડેલ છે.
ચક્ષુદાન ને આઈ બેંક સુધી પહોંચવા માટે વિજય ભાઈ જોટવા અને પરેશ ભાઈ ઘેરવડા દ્વારા જહેમત ઉઠાવી હતી.
આમ સ્વર્ગસ્થ જમન ભાઈ ના નેત્રો થી બે અંધ જનો ને દ્ર્ષ્ટી મળશે અને આ ઈશ્વર રચીત શ્રૃષ્ટી જોવાનું અહોભાગ્ય સવસાણી પરિવાર થી શક્ય બન છે.
ભારત વિકાસ પરિષદ અને શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર દ્વારા જમન ભાઈ ને શ્રધાંજલિ અર્પણ કરે છે અને પરિવાર ને વિકટ સમયે જે નિર્ણય લિધો એ બદલ ધન્યવાદ પાઠવેલ આ તકે ડો સ્નેહલ તન્ના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા પણ ચક્ષુદાન અને દેહ દાન સ્વીકાર કરવામાં આવે છે
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image