બાવળા તાલુકાના મીઠાપુર ગામે તુલશીવિવાહ યોજાયો
અમદાવાદ જિલ્લાનાબાવળા તાલુકાના મીઠાપુર ગામે કારતક સુદ અગિયારશના દિવસે તુલશીવિવાહ યોજાયો
આજરોજ દેવઉઠી એકાદશી એટલેકે તુલસી વિવાહ આજે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શાલીગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનું અંત થાય છે
એવીજ રીતે બાવળા તાલુકાના મીઠાપુર ગામમાં તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ભદ્રેશી ગામ થી બી આર પેઢડીયા તથા મીરા બેન અને તેમનો પરિવાર કૃષ્ણ ભગવાનની જાન મીઠાપુર ગામમાં લઈને આવ્યા હતા
ફટાકડા ફોડીનેડીજેના તાલે નાચતા ગાતા જાનૈયા અને ગામલોકો જોવા મળે છે
મીઠાપુર ગામમાં આવેલ સંત શ્રી તુલસીદાસ બાપુના સાનિધ્યમાં તુલસીમાં અને ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ કરવામાં આવ્યા હતા રમકડાના નાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા
આજુબાજુ ના ગામના જાનૈયા તથા ગામ લોકો બહોળી સંખ્યામાં દર્શને આવ્યા હતા અને છેલ્લે પ્રસાદી લઈને શાંતિપૂર્ણ રીતે વિવાહ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.