નડાબેટ ટુરિઝમ ખાતે ક્રિસમસ ડે ની ઉજવણી કરાઈ
ભારત-પાક સરહદ પર આવેલા નડાબેટમાં ક્રિસમસના પાવન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક નાગરિકો, પ્રવાસીઓ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ ભેગા મળીને આ ઉત્સવમાં ભાગ લીધો હતો ,નડાબેટ પર ભવ્ય ક્રિસમસ ટ્રી પ્રગટાવવામાં આવ્યુંહતું, જે શાંતિ અને સમરસતાનું પ્રતીક બન્યું હતું.
BSF બેન્ડે દેશભક્તિ અને તહેવારી સૂરોથી સૌનું મનોરંજન કર્યું હતું અને બાળકો સાંતા ક્લોઝ બનીને મીઠાઈઓ અને ભેટો વિતરીત કરી ખુશીઓ વહેંચી. શાંતિ માટે ખાસ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમે તહેવારો અને દેશભક્તિ વચ્ચે અનોખું સંમિશ્રણ સર્જ્યું અને ભારતની એકતામાં વૈવિધ્યતાને ઉજાગર કર્યું હતું.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
