પાર્સલ આપવા ગયેલ પોસ્ટમેનને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે નાક પર મુક્કો મારતાં લોહીલુહાણ - At This Time

પાર્સલ આપવા ગયેલ પોસ્ટમેનને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે નાક પર મુક્કો મારતાં લોહીલુહાણ


અલ્કાપુરી કોર્નર પાસે ધર્મન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ખાતે પાર્સલ આપવા ગયેલ પોસ્ટમેનને પ્રોપારાઇટર મયંક ખજૂરીયાએ પાર્સલ મામલે ઝઘડો કરી પોસ્ટમેનને નાક પર મુક્કો મારતાં લોહીલુહાણ કરી નાંખી ફરજમાં રૂકાવટ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે એરપોર્ટ દિવાલ પાસે શાહનગર શેરી નં.4/5 ના કોર્નર પાસે રહેતાં કિરણદાસ જાનકીદાસ દુધરેજીયા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધર્મન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રોપારાઇટર મયંક ખજૂરીયાનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રૈયા રોડ પોસ્ટ ઓફીસમાં પોસ્ટમેન તરીકે છેલ્લા ચારેક મહીનાથી ફરજ બજાવે છે. ગઈકાલે સવારના સમયે તે સ્પીડ પોસ્ટ્સનું એક કવર ડીલેવરી કરવા માટે રૈયા રોડ પર અલ્કાપૂરી કોર્નર નજીક ઘરમન ટુર્સ એન્ડ ટાવેલ્સ અલ્કેશશ્વર ખાતે ગયેલ હતાં.
ત્યા હાજર મંયક ખજુરીયાએ પોતાના નામની ઓળખ આપી આ ટુર્સ એન્ડ ટાવેલ્સ મારુ જ છે, તેમ કહેલ જેથી તેમને કહેલ કે, આ કવર ઘરમન ટુર્સ એન્ડ ટાવેલ્સ ના નામે છે તમારા નામે નથી જેથી રીસીવ કોપીમાં તમારા ટુર્સ એન્ડ ટાવેલ્સનો સિક્કો મારી તમારી સહી કરી આપો તેમ વાત કરતા મંયક ખજુરીયા ઉશ્કેરાઈ ગયેલ અને કહેવા લાગેલ કે, હવે સિક્કાવાળી નો થામાં, તારા બાપની પેઢી છે, તેમ કહી તેઓની કાયદેસરની ફરજમા રુકાવટ કરી હતી. તેમજ ડીલેવરી સ્લીપ સહી ન કરી આપી ગાળો કાઢી ઢિકા પાટુનો મુઢમાર મારી એક મુકો નાક પર લાગતા નાકમાંથી લોહી નિકળવા લાગેલ અને ઝપાઝપીમાં તેઓએ પહેરેલ નંબર વાળા ચશ્મા પણ તૂટી ગયેલ હતાં. બાદમાં તેઓને 108 મારફત સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image