તા. ૮ મી સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લામાં યુવા ઉત્સવ અને બાળ પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન - At This Time

તા. ૮ મી સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લામાં યુવા ઉત્સવ અને બાળ પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન


બોટાદના શ્રી નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે સ્પર્ધા યોજાશે

જિલ્લાકક્ષાએ સીધી શરૂ થતી સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૦૪ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ જમા કરવાનું રહેશે

તા.૧૭ :- રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લાકક્ષા યુવા ઉત્સવ અને બાળ પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન હાથ ધરનાર છે. બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં ભાગ લેવા માટે અગાઉ જે બાળ કલાકારોએ ફોર્મ ભરેલ છે, તેઓએ તા.૦૮/૦૯/૨૦૨૨ ના રોજ બોટાદના શ્રી નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે હાજર થવાનું રહેશે.

આ યુવા ઉત્સવ અન્વયે જુદા-જુદા વયજૂથ અને જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અગાઉ તાલુકાકક્ષા સ્પર્ધામાં વિજેતા કલાકાર આ સ્પર્ધામાં ભાગ લેશે. તેમજ સીધી જિલ્લાકક્ષાએ શરૂ થતી સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૦૪/૦૯/૨૦૨૨ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા યુવા વિકાસ અધિકારી,જિલ્લા રમતગમત અધિકારી કચેરી,જિલ્લા સેવા સદન,ખસ રોડ બોટાદ ખાતે જમા કરાવવાનું રહેશે.

વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક સાધવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.