અમદાવાદ ના મેમનગર ખાતે ૧૧ દીકરીઓ ના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું
તા:-૧૬/૦૨/૨૦૨૫
અમદાવાદ
બિંઈગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આજ રોજ, કામનાથ મહાદેવ મંદિર, મેમનગર, અમદાવાદ ખાતે, નિશુલ્ક સર્વ જ્ઞાતિ ૧૧ દીકરીઓના સમૂહલગ્ન ખૂબ જ ધામધૂમ પૂર્વક આયોજિત કરવામાં આવ્યા દરેક દીકરીઓને કરિયાવરમાં જીવન જરૂરિયાત એકસોથી પણ વધારે વસ્તુનું અનુદાન આપવામાં આવ્યું.ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન વિધિ સંપન્ન કરાવવામાં આવી.ઉપરોક્ત સમૂહ લગ્નમાં ગુજરાતી નાટ્ય તથા ફિલ્મી સિતારાઓએ હાજરી આપી સર્વે દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા. ઉપરોક્ત સમૂહ લગ્નમાં માનનીય શ્રી અમિતભાઈ ઠાકર, ધારાસભ્યશ્રી,પૂર્વ મેયર બીજલબેન પટેલ,લાયન્સ ક્લબના હોદ્દેદારો,સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ગાયત્રી પરિવારજનો એ હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા,સમૂહલગ્ન ઉત્સવમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ,શ્રીશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ,
ગાયત્રી પરિવારની બહેનોએ હાજર રહી લગ્ન વિધિમાં સહકાર આપ્યો હતો.
લાયન ગિરીશ પટેલ ગવર્મેન્ટ લાઈઝનીંગ ઓફિસર અને મીડિયા લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ બી ૨ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દરેક કાર્યમાં સપોર્ટ આપવામાં આવ્યો.
રિપોર્ટ:-ધામેલ દિપકભાઇ જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
