હળવદ આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ સમસ્યાઓ મામલે સાંસદ અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી
હળવદ નગરપાલિકા વિસ્તારના સમસ્યાઓ તેમજ તાલુકાના રોડ રસ્તા ગટર ના પ્રશ્નો સ્ટ્રીટ લાઈટ, સાફ-સફાઈ, સહિત સમસ્યાઓ મામલે રજુઆત
હળવદ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં દરેક રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીઓ આદરી દીધી છે જીત મેળવવા કામે લાગી ગયા છે ત્યારે હળવદ ખાતે શુક્રવાર બપોરના બે ત્રીસ કલાકે ભાજપ કાર્યાલય ખાતે ભાજપના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા ની ઉપસ્થિતિમાં શહેર અને તાલુકા ની જનતાના લોકહિતના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યક્રમ ગોઠવાયો હતો.
ત્યારે હળવદ અમ આદમી પાર્ટી દ્વારા હળવદ શહેર અને ગ્રામ્ય પંથકની વિવિધ સમસ્યા મામલે લેખિતમાં રજૂઆત કરી હતી.
હળવદ આમ આદમી પાર્ટી દ્વાર સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા તેમજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ને હળવદ નગરપાલિકા વિસ્તારના રોડ રસ્તા, ગટર ના પ્રશ્નો, સ્ટ્રીટ લાઈટ,સાફ સફાઈ , ટ્રાફીક સમસ્યા,બિન કાયદેસર દબાણો, સરકારી હોસ્પિટલમા અપુરતા ડોક્ટરઓ અને સ્ટાફ,ગંદા દુષિત પાણી સહિતના વિવિધ સમસ્યાઓ હળવદમાં શહેરમાં આવેલ રેલવે ફાટક ના પ્રશ્નો હોય પીવાના પાણીના પ્રશ્ન હોય કે ટ્રાફીક સમસ્યા,કાયદો વ્યવસ્થા, ગ્રામ્ય પંથકમાં ખેડૂતોના હાલમાં જે વીજપોલ નાખવાના લઈને જે ઘર્ષણ થતું હોય એ બાબતનો પ્રશ્ન હોય ખાતર ની અંદર ભાવ વધારાના પ્રશ્ન હોય,કેટલાય ગામોમાં આજે પણ એસટી બસની સુવિધા વંચિત છે, આવી અનેક નાની મોટી સમસ્યાઓથી પીસાઈ રહી છે. ચૂંટણી ટાણે માત્ર હથેળીમાં ચાંદ બતાવીને નેતાઓ દ્વારા ખાલી ઠાલા વચનો જ આપવામાં આવ્યા છે,જનતાના પાયાના પ્રશ્નો ને લઇ રજૂઆત કરવા પહોંચ્યા હતા આ દરમિયાન અનેક રજૂઆતો મૌખિક અને લેખિત કરી હતી આ તકે હળવદ તાલુકા પ્રભારી કમલેશભાઈ ડઢાણીયા હળવદ હળવદ શહેર પ્રમુખ વિપુલ રબારી સહિતના કાર્યકર્તાઓ દ્વારા રજુઆત કરી હતી કે પંથકના લોકોની સમસ્યાઓ તાત્કાલિક નિરાકરણ લાવી લોકોની સુવિધા માં વધારો કરવામાં આવે તેવી માગણી કરી હતી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
