રાજકોટઅને ભાવનગરને ભરડામાં લેતો ‘અખિયા મિલા કે’ રોગચાળો
મનપા આરોગ્ય અધિકારીનું નિવેદન, સ્વચ્છતા રાખો, આંખમાં દુખાવો થાય કે લાલ થાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો
આંગળી અને હાથનો સ્પર્શ ન કરો, સાદા સુતરાઉ ટોવેલથી આંખ સાફ રાખો સ્વચ્છ રૂમાલ કે સુતરાઉ ટોવેલથી આંખ સાફ રાખો
રાજકોટમાં માત્ર ત્રણ દિવસમાં આંખના ચેપના કેસોમાં 20%નો ભારે ઉછાળો
રાજકોટ છેલ્લા ત્રણ દિવરાથી રાજકોટ મહાનગરને આંખના ચેપનો રોગ અજગર ભરડો લઈ રહ્યો છે. સુરત, વડોદરા, અમદાવાદ અને ભાવનગરની જેમ અખિયાં મિલા કે રોગચાળો રાજકોટ શહેરને પણઘેરી વળ્યો છે આંખમાં ચેપના કિસ્સાઓમાં ૨૦ ટકા જેવો ઉછાળો આવ્યો હોવાનું મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે. આંખના ચેપથી બચવા માટે મનપાના આરોગ્ય અધિકારીએ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. લોકોને સ્વચ્છતા રાખવા અને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતના ત્રણ મહાનગરોની સાથે સાથે રાજકોટ અને ભાવનગર પણ આંખની બીમારીની સપેટમાં આવી ગયા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. આ રોગ ચેપી હોવાથી ઝડપથી ફેલાતો હોય છે. એટલે તેને યુવા પેઢીમાં અખીયા મિલાકે નામથી ઓળખવામાં આવે છે. રાજકોટમાં એકાએક આંખના ચેપના કિસ્સા વધવા લાગ્યા છે. જી ટી શેઠ આંખની હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી કતારો લાગી છે.
ગઈકાલે મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વકાણીએ લોકોને માર્ગદર્શન આપતાં જાહેર કર્યું હતું કે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી આંખના ચેપની બીમારી વધી ગઈ છે અને કેસમાં ૨૦ ટકા ઉછાળો આવ્યો છે આ બીમારી ચેપી હોવાથી ઝડપથી ફેલાઈ છે ડોક્ટર વકાણીએ જણાવ્યું હતું કે ચેપ લાગે એટલે આંખ લાલ થઈ જાય છે, દુખાવો થાય છે, ડોળા ઉપર સ્ગો આવે છે, ઉપરાંત રાતના સમયે આંખના પોપચા ચોંટી જતા હોય છે, આંખમાં દુખાવો પણ થાય છે જેવા આ લક્ષણો દેખાય કે તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર જઈને તપાસ કરાવી જોઈએ અથવા સિવિલ હોસ્પિટલ અથવા કોઈ પણ ખાનગી તબીબને આંખ બતાવી જોઈએ અને સારવાર ચાલુ કરાવી દેવી જોઈએ. જો સતત પાંચ દિવસ સુધી દુખાવો અને ચેપ ચાલુ રહે તો આંખના નિષ્ણાત ડોક્ટર પાસે આંખની તપાસ કરાવવી જરૂરી છે તેવી સલાહ ડોક્ટર વકાણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આંખમાં ચેપ લાગે ત્યારે મીઠી ખંજવાળ બહુ આવે છે એટલે આંગળીથી કે હાથથી બિલકુલ આંખ ખંજવાળવી જોઈએ નહીં. તેનાથી આંખને વધુ નુકસાન થઈ શકે છે. તેના બદલે સ્વચ્છ સફેદ સુતરાઉ કાપડનો રૂમાલ જે ટોવેલ રાખીને આંખને સાફ કરતા રહેવુંજોઈએ. બની શકે તો બહાર નીકળો ત્યારે ગોગલ્સ પહેરવા જોઈએ. આ બીમારી સ્વચ્છતા સાથે સંકલિત છે એટલે શરીર અને આંખની સ્વચ્છતા રાખવી જરૂરી છે જેથી કરીને ચેપી જલ્દી છૂટકારો થઈ શકે છે. અત્યારે ચોમાસુ બેસી ગયું હોવાથી સિઝનલ બીમારીઓમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. સિઝનલ શરદી, ફલુ, તાવ, ઉધરસ અને ઝાડા ઉલટીના કેસો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.
આંખના નિષ્ણાતો તબીબો એ સલાહ આપી છે કે આંખ આવી ગઈ હોય ત્યારે સીધા સૂર્યપ્રકાશથી બચવું બહુ જરૂરી છે નહીં તો તકલીફ વધી જવાનો ડર રહે છે એ માટે ઉત્તમ ગોગલ્સ રહે છે એ પહેરીને જ બહાર નીકળવું જોઈએ અને સીધા સૂર્યપ્રકાશથી આંખને બચાવી જોઈએ. સ્વચ્છતા જાળવો એટલે બે ત્રણ દિવસમાં સારવારથી આંખ એકદમ સ્વસ્થ થઈ જાય છે એટલે લોકોએ ડરવું જોઈએ નહીં. માત્ર થોડી કાળજી અને સાવધાની રાખવી જોઈએ જેથી કરીને ચેક વગેરે નહીં અને ચેપ લાગે નહીં.
રિપોર્ટર:- નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.