'ઘોડા છૂટયા પછી તબેલાને તાળાં': લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસના ધમપછાડા - At This Time

‘ઘોડા છૂટયા પછી તબેલાને તાળાં’: લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસના ધમપછાડા


અમદાવાદ,તા.27 જુલાઈ 2022,બુધવાર'ઘોડા છૂટયા પછી તબેલાને તાળાં' મારવા જેવો ઘાટ બે દિવસમાં પોલીસનો થયો હતો.  બોટાદ-ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડમાં દેશી દારૂ પીવાના કારણે ૪૦ લોકોના મોત થયા બાદ પોલીસે રાજ્યમાં ઠેર ઠેર દારૂના અડ્ડા બંધ કરાવવા કવાયત શરૂ કરી હતી. લઠ્ઠાકાંડના દિવસે અને સોમવાર સાંજ સુધીમાં રાજ્યના મોટાભાગના જાણીતા અને નામી બુટલેગરોના દારૂના અડ્ડા બંધ થઈ ગયા હતા. રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં લઠ્ઠાકાંડની અસર પોલીસની કામગીરી પર જોવા મળી હતી. રાજ્યમાં દારૂના અડ્ડાની સફાઈ કરવાનું પોલીસને ભાન થયું પણ ઘણું મોડું થઈ ગયુંલઠ્ઠાકાંડને પગલે રાજ્યમાં ઠેર ઠેર પોલીસે દારૂના અડ્ડા અને બુટલેગરો પર ત્રાટકવાનું શરૂ કર્યું હતું. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરો તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે રીતસરના ધામા નાંખી દારૂના અડ્ડા કોઈ પણ સંજોગોમાં ચાલુ ના રહે તેવી કસરત શરૂ કરી દીધી હતી. વધુ વાંચો : ગુજરાત લઠ્ઠાકાંડ: મોતનો આંકડો 41 પર પહોંચ્યો, 117 લોકો સારવાર હેઠળપોલીસની આ કામગીરી અંગે લોકોમાં ચર્ચા છે કે, દારૂ વેચતા તત્વો કે દારૂના અડ્ડાની લોકો દ્વારા અનેકવાર ફરિયાદો કરવા છતાં તમામ ફરિયાદોમાં પોલીસ દ્વારા કાર્યવાહી થતી નથી. જો કે, લઠ્ઠાકાંડમાં રહીસહી આબરૂ બચાવવા માટે પોલીસે મોડે મોડે સફાઈ અભિયાન ચલાવવાનું ભાન થયું છે. પોલીસ અધિકારીઓ અને વહીવટદારોની મિલીભગતથી જ દારૂના અડ્ડા ચાલતા હોવાની લોકમુખે ચર્ચાય છે.      પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મોટા ભાગના અધિકારીઓ વહીવટદાર રાખતા થઈ ગયા છે.વહીવટદારો દ્વારા અસમાજીક પ્રવૃત્તિઓ કરતા તત્વોને ઉત્તેનજ આપીને હપ્તા લઈને બેનંબરી ધંધા કરાવવામાં આવે છે. રાજ્યમાં ડ્રગ્સના દુષણ અને દારૂના અડ્ડાઓને કારણે અનેક જીંદગીઓ બરબાદ થઈ ગઈ પણ સજ્જડ કાર્યવાહી થતી નથી. લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બને ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો દેખાડો કરવામાં આવતો હોવાની ચર્ચા લોકોમાં છે.  વધુ વાંચો : ભાજપ સરકાર હચમચી ઉઠી, લઠ્ઠાકાંડ સર્જાતા હાઇકમાન્ડે સરકારનો ઉધડો લીધો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.