લીલીયા મોટા ખાતે GRD ના જવાનો દ્વારા આવેદન અપાયું
લિલિયા મામલતદાર કચેરી પર GRD ના જવાનો દ્વારા આવેદન આપવા માં આવેલ જેમાં જણાવેલ કે
ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા ગુજરાત પોલીસ 24 કલાક પોતાની ફરજ નિભાવે છે તેમની સાથે જ ખંભા થી ખંભો મેળવી ગ્રામ રક્ષક દળના જવાનો કોરોના ના કપરો કાળ હોય કે તડકો હોય કે ચોમાસાની સિઝન હોય જીઆરડીના જવાનો માત્ર રૂપિયા 230 ના માનદ વેતન માટે પૂરી નિષ્ઠાથી સમગ્ર ગુજરાતમાં પોતાની સેવા આપી રહ્યા છે હાલ મોંઘવારી ના સમયમાં જી આર ડી ના જવાનો પૂરી નિષ્ઠાથી ફરજ બજાવીને પોતાના ગુજરાન ચલાવે છે આવી પરિસ્થિતિમાં અમારી કેટલીક માંગણીઓ જે આપને જાણ થાય અને સરકાર શ્રી સમક્ષ પહોંચે એવું થાય જેમાં પોલીસ કોન્સ્ટેબલ કેડર માં સમાવેશ કરીને સ્વભિમાની કાયમી નોકરી કરવાની જોગવાઈ કરવામાં આવે માસિક પગાર નક્કી કરવામાં આવે તેમજ કાયમી નોકરી કરતા કર્મચારીની જેમ વિવિધ ભથ્થા તેમજ લાભ આપવામાં આવે જીઆરડી તરીકે ફરજ બજાવતા જવાનોનું આકસ્મિક મૃત્યુ થાય તો તેના વારસદારો ને મળવાપાત્ર સહાય નો લાભ મળે જીઆરડી જવાનોની સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે જીઆરડી સભ્યોની વિનંતી છે કે સરકાર શ્રી તરફથી વર્ષમાં એક વાર વર્દીનું કાપડ અને શુઝ મળવા પાત્ર બને આવી માંગણીઓને લઈ આજ રોજ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર રાદડિયા સાહેબને આવેદનપત્ર પાઠવી સરકાર શ્રી માંગણી કરવા માં આવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.