મુખ્ય મહેમાન શિક્ષણમંત્રી અને પૂર્વ ગૃહમંત્રી ની ઉપસ્થિતિ માં. સુરત – ખાખરીયા પટેલ સમાજ રસોઈ ઘર પ્રીમિયમ લીંગ ૨૦૨૫ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
મુખ્ય મહેમાન શિક્ષણમંત્રી અને પૂર્વ ગૃહમંત્રી ની ઉપસ્થિતિ માં.
સુરત - ખાખરીયા પટેલ સમાજ રસોઈ ઘર પ્રીમિયમ લીંગ ૨૦૨૫ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરત માં ખાખરીયા પટેલ સમાજ રસોઈ ઘર પ્રીમિયમ લીંગ ૨૦૨૫ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર ના કોસમાડા વિસ્તારમાં આવેલ જી બી સ્પોર્ટ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખાખરીયા પટેલ સમાજ દ્વારા ટુનામેટ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ખાખરીયા ગામમાં રહેતા તમામ પટેલ સમાજના યુવાનો અને વડીલો દ્વારા કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટ રાખવાનો હેતુ આજના યુગમાં યુવાનોમાં જોવા મળતો ક્રિકેટ પ્રેમ અને સમાજના યુવાનોને ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી યુવાનોની એકતા અને અખંડીતતા મજબુત બને તેવા ઉદ્દેશથી અને શ્રી ખાખરીયા ગામના સુરતમાં રહેતા આગેવાનો, દાતાઓ અને યુવાનો ના ઉત્સાહ થી આ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સુરત શહેરમાં રહેતા ખાખરીયા ગામના સૌ યુવાનો એકબીજાને આનંદથી મળે અને પરિચીત થાય તથા અલગ-અલગ વ્યવસાયો કરતા યુવાનો એકબીજાના સંપર્ક થકી વ્યવસાયના સંબંધો મજબુત બનાવે તેવા ઉદ્દેશથી ખાખરીયા પટેલ સમાજ દ્વારા ૨૦૨૫ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમે ભાગ લીધો હતો તેમજ આ ટુર્નામેન્ટ મા મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ ગુજરાત રાજ્ય ના પુર્વ ગૃહપ્રધાન મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા તેમજ મુંબઈ તરંગ ન્યૂઝ ના તંત્રી દિલીપભાઈ પટેલ તેમજ આર્મીગૃપ સુરત તેમજ ઉધોગ પતિ ઓ અનેક સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,ખાખરીયા ગામના અનેક યુવાનોએ યોગદાન આપી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.ટુર્નામેન્ટના અંતે ફાઇનલ મેચમાં A.S.TITANS જયદીપ દિપકભાઈ પાલડીયા (ભુરો) ની ટીમ ભાણું કેપીટલને હરાવી વિજેતા જાહેર થઇ હતી આ ટીમને ટુર્નામેન્ટના આયોજકો અને ખાખરીયા ગામ પ્રગતી મંડળ પ્રમુખશ્રી તથા આગેવાનોના ના વરદહસ્તે ચેમ્પિયન ટ્રોફી એનાયત કરાય વિનર ટીમ અને ખેલાડી ઓને સન્માનિત કરવામાં આવ્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
