પત્રકારો પર થતી ખોટી એફઆઈઆર રદ કરવામા આવે તેવી માંગણી સાથે જીલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર આપતા પત્રકારો
ગોધરા
જનતાની ત્રીજી આંખ અને દેશની ચોથી જાગીર કહેવામા આવે છે.દેશની લોકશાહીના પાયાનો મજબુત સ્તંભ કહેવામા આવે છે. ચોથી જાગીરનુ કામ લોકોનો અવાજ બનીને કામ કરવાનુ છે. પ્રતિબિબ બનીને સમાજના પ્રશ્નોની વાચા આપવાનુ છે.પરંતુ ઘણીવાર મિડીયાનો અવાજ દબાવાના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે તેમ લાગી રહ્યુ છે. ગુજરાતના જાણીતા નવજીવન ના પત્રકાર તુષાર બસીયા વિરુદ્ધ સુરત ના સીગણ પુર પોલીસ મથક માં પોલીસ અધિકારી રાઠોડએ ખોટી રીતે દાખલ કરેલી હોય તે રદ કરવા અને શહેરાના પત્રકાર મુકેશભાઈ મારવાડી સામે ખોટી એફ.આઈ.આર કરવામા આવી હોવાના આક્ષેપ સાથે પત્રકારો એ પંચમહાલ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. પંચમહાલ જિલ્લા નેશનલ પ્રેસ એશોસીયેશન દ્વારા ઉગ્ર રજુઆત કરવમાં આવી.
શહેરા તાલુકાના પત્રકાર મુકેશભાઈએ જણાવ્યું હતું કે શહેરાનગરના અણિયાદ ચોકડી પાસે તા 22 જાન્યુઆરીના રોજ દોસ્તી ઓટો ગેરેજમા આગ લાગી હતી. જેમા આગના વિકરાળ સ્વરુપના કારણે બાઈકો પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આગને ઓલવવા માટે શહેરા,ગોધરા અને લુણાવાડા ફાયર વિભાગની ટીમો આવી ગઈ હતી. પણ આગના બનાવથી 500 મીટર દુર આવેલી શહેરા નગર પાલિકાનુ ફાયર ફાઈટરના ફાયરમેં 1 કલાક મોડા પહોચતા પત્રકાર મુકેશભાઈ મારવાડી દ્વારા ફાયર કર્મચારીને પુછતા કર્મચારી અભિષેક સિંહ ઠાકોર એ તારાથી થાય તે કરીલે તેમ કહી ખોટા આક્ષેપો સાથે શહેરા પોલીસ મથકમા પત્રકાર મુકેશ મારવાડી વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે. જે ખોટી અને પાયાવિહોણી છે. આવેદનમા વધુ જણાવામા આવ્યુ હતુ કે આ મામલે અગાઉ પણ એક શહેરાના પત્રકાર રમીઝ શેખ સામે ફરિયાદ થઈ હતી. અમારી માગ છે કે ખોટી ફરિયાદો થતી અટકાવામા આવે તેવી અમારી રજુઆત છે.અત્રે નોધનીય છે કે મિડીયાનો અવાજ દબાવાનાને લઈને પત્રકારોમા પણ રોષની લાગણી વ્યાપી ગઈ છે. આવેદન આપવા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.