હનુમાન જન્મોત્સવ નિમિત્તે મહુવા સ્થિત ૐ શ્રી ગુરુદેવ રોકડિયા હનુમાનજી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્ય બટુક ભોજન કાર્યક્રમ યોજાયો બાળકોને ભોજન સાથે ભેટ સ્વરૂપે કંપાસ બોક્સ અને તેના આપવામાં આવી
(રિપોર્ટ હિરેન દવે )
મહુાવા હનુમંત હોસ્પિટલ ખાતે 19મો વાર્ષિકોત્સવ 12 એપ્રિલ 2025 ના રોજ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો ચૈત્ર સુદ પુનમ હનુમાન જયંતિના પાવન દિવસે આયોજિત આ ઉજવણીમાં હનુમંત સેવા મેડીકેર ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હોસ્ટપિટલના કાયમી નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓ માટે ફ્રી ઓપીડી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેમજ સવારે “મારુતિયજ્ઞ” નું આયોજન કરાયું હતું જેમાં હોસ્પિટલના નવ દંપતીઓએ યજ્ઞમાં બેસી પૂજા આર્ચન કર્યુ સાંજે 6 વાગ્યે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત પૂર્વે, હનુમંત ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના GNM અને B.Sc નર્સિંગના વિદ્યાર્થીઓની ઓથ સેરેમની અને લેમ્પ લાઈટીંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જી.એન.સી.ના વાઇસ પ્રેસીડન્ટ કડીવાલા સાહેબ તેમજ કોલેજના પ્રિન્સીપાલ જાંસી સુલુ દ્વારા વિદ્યાર્થીઓને ઓથ લેવડાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રેન્ક હાંસલ કરનારા વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને મોમેન્ટોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વાર્ષિકોત્સવ પ્રસંગે હોસ્પિટલ અને કોલેજના તમામ ડિપાર્ટમેન્ટની ટીમ, કાયમી તથા વિઝિટિંગ ડોક્ટરોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ટ્રસ્ટી ડો. કે.ડી. પારેખ સાહેબે ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. હોસ્પિટલના CEO ડો. ચિંતન શનિશ્વરા દ્વારા હાલની સેવાઓ તેમજ ભવિષ્યમાં શરૂ થનારા કેથલેબ અને કેન્સર જેવી વિશિષ્ટ સેવા પ્રોજેક્ટોની માહિતી આપવામાં આવી હતી. ટ્રસ્ટી અશ્વિનભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી કે.પી. મહેતા, બાબુભાઈ જેઠવા, ડો. કે.ડી. પારેખ, તાલુકા આરોગ્ય અધિકારી તેમજ મહુાના પ્રતિષ્ઠિત મહેમાનો, વિદ્યાર્થીઓના વાલીગણ અને સ્ટાફના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
