ચેખલાપગી ગામમાં ચેખલાઈ માતાજીના મંદિર જવાના આરસીસી રોડ નીચે ધોવાણ.ભ્રસ્ટાચાર ચરસીમાએ - At This Time

ચેખલાપગી ગામમાં ચેખલાઈ માતાજીના મંદિર જવાના આરસીસી રોડ નીચે ધોવાણ.ભ્રસ્ટાચાર ચરસીમાએ


દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ ચેખલાઈ માતાજી મંદિરે જવાના રોડમાં કથિત ભ્રસ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ચેખલાપગી ગ્રામપંચાયત દ્વારા આ આર સી સી રોડ નીચે માત્ર થોડી રેતીનું બંધારણ કરી આ રોડનું કામ થોડા સમયમાં કરી પૂરુ કરી દેવાયું અને ગ્રાન્ટ પણ લઇ લેવાઈ પરંતુ આજે આ રોડ પરથી ગ્રામજનોને માતાજીના મંદિર સુધી કોઈ વાહન લઇ જતા પણ કોઈ મોટો અકસ્માત થાય તેવા ડર રહેલો છે.આ ચેખલાઈ માતાજીના મંદિરે સમસ્ત ગ્રામજનોમાં કોઈ બાબરી નો પ્રસંગ હોય કે કોઈ લગ્ન પ્રસંગમાં છેડા છોડાવવા માતાજીના મંદિરે ગામના લોકો ડીજે તેમજ ગાડીઓ લઇ આવતા હોય છે પરંતુ આ રોડ પરથી ગાડીઓ પસાર કરતા લોકો ડરી રહ્યા છે. આ રોડ નીચે મોટુ ગાબડું પડતા ગામના લોકોને હેરાન થવાની નોબત આવી છે ત્યારે ગ્રામપંચાયત કોઈ મોટો અકસ્માત કે કોઈ મોટી માનહાની થાય તેવી રાહ જોઈને બેસી રહી હોય તેવું લાગી રહ્યું છે જયારે સરકાર દ્વારા પણ આ રોડ બાબતે તપાસ હાથ ધરે તો દૂધ નું દૂધ અને પાણીનું પાણી ખબર પડે અને ભ્રસ્ટાચાર ને બહાર લાવી શકે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.