મહીસાગર જિલ્લામાં 'વિશ્વ વન દિવસ'ની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ સાયકલ રેલી યોજાઇ - At This Time

મહીસાગર જિલ્લામાં ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ સાયકલ રેલી યોજાઇ


પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા ર૧ માર્ચને 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' મનાવવામાં આવે છે. આ વર્ષની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ“વનો અને ખોરાક” ને અનુરૂપ ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યભરમાં અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષકશ્રી નેવિલ ચૌધરીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં વન વિભાગ વિશ્રામગૃહ થી જિલ્લા સેવા સદન સુધી વનોના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે બેનર પોસ્ટર સાથે જનજાગૃતિ સાયકલ રેલી યોજાઇ હતી જેમાં લુણાવાડા નગરના જાણીતા તબીબો ડો. આર બી પટેલ, ડો નરેન્દ્ર ગોસ્વામી, એસીએફ શ્રી અજયસિંહ રાઠોડ સહિત એનજીઓ અને વન વિભાગ કર્મચારીઓ જોડાયા હતા.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી નેવિલ ચૌધરીએ સૌને વિશ્વ વન દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ હતું કે 1971થી 'આંતરરાષ્ટ્રીય વન દિવસ'ની ઉજવણી થાય છે દરેક વર્ષે અલગ અલગ થીમ હોય છે આ વર્ષે ફોરેસ્ટ અને ફૂડ કઈ રીતે રીલેટેડ છે એ બાબતને સમજાવવા માટેની “વનો અને ખોરાક” થીમ પર વિશ્વ વન દિવસ ઉજવાઈ રહ્યો છે


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image