સાળંગપુર ખાતેથી મળેલી નવજાત બાળકી માટે દેવદૂત બનીને આવ્યું બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ નવજાત બાળકીની હોસ્પિટલમાં મુલાકાત લઈ સંવેદના દર્શાવી
મંત્રીએ તબીબો પાસેથી બાળકીની સ્થિતિ વિશે મેળવી માહિતી: જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર નાના-મોટા સૌ કોઈ માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આશા અને કરૂણાનું પ્રતીક કલેકટરએ નવજાત બાળકીને આપ્યું "રોશની" નામ તબીબોના મતે બાળકીને ઉંમર 2થી 5 દિવસની તથા તેનું વજન 2.5 કિલોગ્રામ: સતત પ્રતિકૂળ હાલતમાં રહેવાના કારણે બાળકી ડિહાઇડ્રેટેડ થઈ ગઈ હતી ગઈકાલે રાત્રે સાળંગપુર ખાતેથી નવજાત બાળકી મળી આવી હતી. આ અંગે શ્રી કષ્ટભંજન દેવ મંદિરના સ્વયંસેવકો દ્વારા બોટાદ પોલીસને જાણ કરવામાં આવી. તાત્કાલિક જ પોલીસ કર્મીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને બાળકીને પ્રાથમિક સારવાર માટે બોટાદ લાવવામાં આવી હતી ત્યારે આજે સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મતી ભાનુબેન બાબરીયા બોટાદ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા તેઓને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે હોસ્પિટલ ખાતે પહોંચી નવજાત બાળકીની સંવેદનસભર મુલાકાત લીધી હતી. તેમજ તેમણે તબીબો પાસેથી બાળકીની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. હાલ બાળકીને બોટાદની અંકુર હોસ્પિટલમાં ડૉ.અશોક દિહોરાના નિરીક્ષણમાં નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે ગઈકાલે રાત્રે આ ઘટનાની જાણ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયને થતા જ તેમણે પ્રાંત અધિકારી, બોટાદ તથા ડીસીપીયુના અધિકારીઓને બાળકીનું સતત નિરીક્ષણ કરી અને તેની તમામ પ્રકારની કાળજી લેવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. તબીબોના મતે બાળકીને ઉંમર 2થી 5 દિવસની તથા તેનું વજન 2.5 કિલોગ્રામ જેટલું છે. સતત પ્રતિકૂળ હાલતમાં રહેવાના કારણે બાળકી ડિહાઇડ્રેટેડ થઈ ગઈ હતી.મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર નવજાત બાળકોથી માંડીને સર્વે નાગરિકોની જરૂરી સંભાળ અને સહાય પૂરી પાડવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. જે સરહાનીય છે. આ નવજાત બાળકી દીવાળીના પર્વ દરમિયાન મળી હોવાથી કલેકટરએ તેને "રોશની" નામ આપ્યું છે આ હૃદયસ્પર્શી કિસ્સો દર્શાવે છે કે, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર નાના-મોટા સૌ કોઈ માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આશા અને કરુણાનું પ્રતીક છે અને સદાય મદદ માટે સુસજ્જ છે. બાળકીની હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક કિશોરભાઈ બલોલિયા, નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમાર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.