દારૂ ઢીંચી વાહન લઇ નીકળતાં પ્યાસીઓ પર પોલીસની અવિરત તવાઇ: 15 શખ્સો સામે કાર્યવાહી
શહેર પોલીસ કમિશ્નર રાજા ભાર્ગવ અને એડી.સીપી વિધિ ચૌધરીએ ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરી નીકળતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી શહેરભરની પોલીસ ગ્રાઉન્ડ પર આવી ગઇ અને બ્રેથ એનાલઇઝારથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં બી-ડીવીઝન પોલીસે મોરબી રોડ પર વેલનાથપરામાંથી પિન્ટુ ધીરુ કુકાવા (રહે. વેલનાથપરા શેરી નં.16), ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી પાસેથી મહેશ ગોવિંદ ડાભી-રહે. રોણકી, કરણ રમેશ શુક્લા-રહે. શેઠનગર બ્લોક નં.8ને દારુના નશામાં દબોચ્યા હતા. જ્યારે યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી કોલેજ પાસેથી નીતિન દેવજી પાનખાનીયા-રહે. હરીવંદના કોલેજ પાછળ, આકાશવાણી ચોક પાસેથી અમીત કૌશીક વિસાવડીયા-રહે. બીગબજાર ચોક, ચંદ્ર પાર્ક શેરી નં.19 તેમજ માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ પરતી સાગર મનસુખ માવદીયા (રહે. હરીહર સોસાયટી શેરી નં.2), લક્ષ્મીનગર મેઇન રોડ પરથી દેવજી જેઠા સિંધવ-રહે. દાસીજીવણપરા શેરી નં.4 અને તાલુકા પોલીસે શ્યામલ ઉપવન પાસેથી રીજબ બસંત રાણા (રહે. જયભીમ ચોક), રામધણ આશ્રમ પાસેથી રાજુ ચના પાથર (રહે. પ્રિયદર્શની સોસાયટી)ને પકડ્યા હતાં.
જ્યારે થોરાળા પોલીસે અરવિંદ ગોવિંદ લીડીયા (રહે. ભગીરથ સોસાયટી શેરી), કુબલીયાપરા શેરી નં.5માંથી મુસ્તાક હુસેન વિરમાણી (રહે. રામનાથપરા શેરી નં.5), નયન શરદચંદ્ર રાઠોડ (રહે. ઋષીકેશ સોસાયટી શેરી નં.3), સિરાજ યુસુફ ગોવાડીયા (રહે. હાથીખાના શેરી નં.6), હરેશ લક્ષ્મણ મિયાત્રા (રહે. વિરપર, મોરબી) અને રામનગર આજી ઇન્ડસ્ટ્રીયલ શેરી નં.2માંથી જય શૈલેષ ચાવડા (રહે. નવા થોરાળા, ન્યુ વિજયનગર શેરી)ને નશાની હાલતમાં પકડી પાડ્યા હતા. તેમજ યુનિ. પોલીસ મથક વિસ્તારમાં એસીપી ભાર્ગવ પંડ્યા સહિતના સ્ટાફે વાહન ચેકીંગ કરી વાહનોમાં લગાડેલ કાળી ફિલ્મ વિરુધ્ધ પણ ઝુંબેશ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.