વેલાળા ધ્રા ગામે પેવર બ્લોક નું કામ એક અને બીલો બે બનાવી નાણાં થયાં ચાઉં
*વેલાળા (ધ્રા) ગામે એક જ કામ નાં બે બીલો બનાવી નાણાં થયાં ચાઉં*
*અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને આત્મનિર્ભર બનાવવા ની યોજના - ગ્રામ જનો નો આક્ષેપ*
મુળી તાલુકાનાં વેલાળા ધ્રા ગામે બ્લોક નું કામ કરવામાં આવેલ હતું જે એક જગ્યાએ કામ કરી અલગ અલગ જગ્યા બતાવી બે બીલો ઉધારી ને નાણાં ચાઉં કરવામાં આવેલ નું બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે જેમાં જીલ્લા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે વેલાળા ગામે શક્તિ માતાજી નાં મઢ થી ચતુરભાઈ ગગજીભાઈ નાં મકાન સુધી પેવર બ્લોક નું કામ બતાવેલ છે તેનું માપ અંતર ફક્ત બે મીટર જ હોય અને ૧.૯૮ લાખ નું બીલ અને કંમ્પલીશન સર્ટીફીકેટ બનાવવામાં આવેલ છે જેમાં ઈજનેર દ્વારા ક્યાં આધારે લંબાઈ અને પહોળાઈ માપી માપબુક ભરવામાં આવી હશે તે મોટો પ્રશ્ન છે આ સુવ્યવસ્થિત આયોજન પૂર્વક આ ભ્રષ્ટાચાર આચરવામાં કોના હાથ રંગાયેલા હશે? કોની રહેમનજર નીચે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હશે? તેની તપાસ હાથ ધરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત વેલાળા નાં જાગૃત નાગરિક અશોકભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી છે આ તકે જણાવવાનું કે વેલાળા નાં તમામ કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને જીલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી રૂબરૂ મુલાકાત પણ લીધી હતી તેમાં ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી સ્પષ્ટ રીતે જોવા મળેલ હતી તેની તપાસ ચાલુ છે ત્યારે ફરી કોઈપણ પ્રકારની કામગીરી કર્યા વગર જ બીલો બનાવી સરકાર ની તિજોરી ને નુકસાન થયું હોય તેમ જોવા મળતાં અને કામ કર્યા વગર જ નાણાં ઉચાપત બહાર આવી છે ત્યારે ગામલોકો એ જણાવ્યું હતું કે આ એક અધિકારી અને કોન્ટ્રાક્ટર ને આત્મનિર્ભર બનાવવા માટે ની યોજના હોય તેમ અમોને જણાઈ રહ્યું છે હજું સુધી કોઈ કાર્યવાહી અધિકારી કે કોન્ટ્રાક્ટર ઉપર કરવામાં આવી નથી ગટર યોજના હેઠળ પણ કૌભાંડ બહાર આવ્યું છે તેની તપાસ ચાલુ છે પણ આજદિન સુધી કોઈ જવાબદાર ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.