મેટ્રો ટ્રેનના કોચ પર ગ્રાફીટી બનાવી નુકશાન કરનાર ચાર વિદેશી (ઈટાલીયન) નાગરિકોને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ.
અમદાવાદ શહેર ડી.સી.બી. પો.સ્ટે.પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨ ૨૦૧૧૯/૨૨ IPC કલમ ૪૪૭, ૪૨૭, ૩૪ તથા ધી પ્રિવેન્સન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એકટ કલમ ૩(૧) મુજબના કામના ફરીયાદી જગતસિંહ મોહબતસિંહ મકવાણા, ઉ.વ.૬૪ રહે, બી/૨૧,પાર્શ્વનાથ ટાવર, ગુરૂકુલ રોડ, સુભાષચોક, મેમનગર, અમદાવાદ શહેર ની ફરીયાદના કામ માં હકિકત એવી છે કે, તા.૩૦/૦૯/૨૨ ના કલાક ૦૨/૩૭ થી કલાક ૦૨/૫૨ દરમ્યાનમાં આરોપીઓ એપરલ પાર્ક,ગોમતીપુર અમદાવાદ ખાતે મેટ્રો રેલના એપરલ પાર્ક પાછળની દિવાલ તેમજ પાર્કીંગ એરીયા પાસે બે દિવાલ વચ્ચે બનેલ લોખંડની જાળી વાળી બેરીકેટીંગ કુદી ને કોઇ પણ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, એપરલ પાર્ક ડીપો પાર્કીંગ એરીયામાં રાખેલ મેટ્રો રેલ ટ્રેન સેટ T -14 અને T -15 વચ્ચે પ્રવેશ કરી ઉપરોકત બંન્ને કોચની બહારના ભાગે TAS જેવી જુદા જુદા કલરની ગ્રાફીટી બનાવેલ,
આ બંન્ને મેટ્રો ટ્રેન વચ્ચે શેડના પોલ ઉપર TAS લખી આ આરોપીઓ નાસી ગયેલ હોય જે બાબતે ફરીયાદી એ ફરીયાદ આપતાં. ક્રાઇમ બ્રાન્ચ ખાતે ઉપરોકત નંબરથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુના ના કામમાં CCTV ફુટેઝ આધારે આ ગુનો ચાર વિદેશી નાગરિકો એ કરેલ હોવાનું જણાઇ આવેલ ,
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી દ્વારા આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એચ.એમ. વ્યાસની ટીમ, દ્રારા ઉકત ગુના ના આરોપી
(1) CUDINI GIANLUCA ITALIANA Age : 24, RESIDENCE VIA
MESSINA 27, TORTORETO (TE) ITALY
(2) BALDO SACHA ITALIYANA Age : 29, BORGHETT0 40, MONTE SAN VITO (AN) ITALY
(3) STARINIERI DANIELE ITALIANA Age : 21, RESIDENCE VIA RUBICONE 11, SPOLTORE (PE) ITALY
(4) CAPECCI PAOLO ITALIYANA Age : 27, RESIDENCE VIA BELLINI
30, GROTTAMMARE (AP) ITALY ને એલીસબ્રીજ વા.સા.હોસ્પિટલ પાસે કોઠાવાલા ફલેટ પાસે જાહેરમાંથી ઝડપી પાડવામાં આવેલ છે,
જે આરોપીઓ પાસેથી અલગ અલગ કલરની ગ્રાફીટી પેન્ટીંગ કરવા માટેની સ્પ્રે બોટલ નંગ - ૨૦ તેમજ ગ્રાફીટી પેન્ટીંગ કરવા માટેની સ્પ્રે બોટલની અલગથી રાખેલ કેપ નંગ - ૭૦ જે તમામ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે ઉપરોકત આરોપીઓની પૂછ પરછ દરમ્યાન જણાય આવેલ કે યુરોપ તથા અમેરીકાના દેશોમાં આ પ્રકારે ગ્રાફીટી બનાવવાનો ક્રેઝ ઘણા લોકોમાં છે તેમજ આ દેશોમાં આ પ્રવૃત્તિ ખૂબ જ વધી છે ,આ ગુનામાં ધરપકડ કરાયેલ વ્યકિતઓ પણ ગ્રાફીટી-એરોસોલ પેઈન્ટીંગના આદી છે જેથી તક મળે ત્યાં શોખ પુરો કરવા ચોરી છૂપીથી ગ્રાફીટી બનાવવાનો આંનદ લે છે,
તા.૧/૧૦/૨૦૨૨ ના કલાક ૦૨/૫૨ વાગે ચારેય વ્યક્તિઓ ગોમતીપુર એપરલ પાર્ક ડેપો, મેટ્રો રેલ પાર્કીંગવાળી જગ્યામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પાર્કીંગમાં રાખેલ મેટ્રો રેલ ના બે કોચ પર TAS લખાણ કરી તેમજ આ બંન્ને કોચ વચ્ચે એક પોલ પર પણ TAS એ રીતેનું લખાણ કરી સરકારી મિલકત ને નુકશાન પહોંચાડેલ છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.