વડોદરાના માંજલપુરમાં આધેડ મહિલાના ગળામાંથી ચેઇન તોડી બાઇકર્સ ફરાર . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eqtbyluivxtexdv1/" left="-10"]

વડોદરાના માંજલપુરમાં આધેડ મહિલાના ગળામાંથી ચેઇન તોડી બાઇકર્સ ફરાર .


શહેરના માંજલપુર વિસ્તારમાં ઘરવખરીની વસ્તુઓ લઇને ઘરે પરત ફરતી મહિલાને ગળામાંથી ચેઇન સ્નેચિંગ કર્યાની ઘટના બની છે . દોરો સાડીમાં ભરાતા અડધો બચ્યો માંજલપુરની ડીવાઇન ગેલેક્ષીમાં રહેતા આધેડ મહિલા મીનાબેન નવીનચંદ્ર દુબલ ગઇકાલે દૂધ - ઘી સહિતની કરિયાણાની વસ્તુઓ લઇને કિશન સિગ્નેચરની આગળ સત્વ સહજ ડુપ્લેક્ષના બોર્ડ પાસેથી પસાર થતાં હતા . આ દરમિયાન બાઇક પર ત્રિપલ સવારી આવેલ શખ્સ મહિલાના ગળામાંથી દોઢ તોલાનો સોનાનો અછોડો તોડી ફરાર થઇ ગયા હતા . ચેઇન સ્નેચરે જોરથી આંચકો મારતા સોનાનો દોરો સાડીમાં ભરાતા અડધો તેમની પાસે જ રહી ગયો હતો જ્યારે એક હિસ્સો ચેઇન સ્નેચર લઇને ફરાર થઇ ગયો હતો . આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે . વાઘોડીયા ચેઇન સ્નેચિંગની સતત ત્રણ ઘટના ઉલ્લેખનીય કે વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ચેઇન સ્નેચર્સ મહિલાઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે . જેમાં તાજેતરમાં જ વાઘોડીયા રોડ અને સમા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ બની હતી . જેમાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા બાદ હવે ચેઇન સ્નેચિંગની વધુ એક ઘટના બની છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]