ભગવતીપરામાં ત્રણ સંતાનના પિતાએ ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી
શહેરના ભગવતીપરામાં ભારત પાન વાળી શેરીમાં રહેતા હેમલ ઉર્ફે રાજભાઈ ચનાભાઈ ચુડાસમા (ઉ.35)એ પોતાના ઘરે ગળાફાંસો લગાવી
આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો હતો.
આ અંગે પરિવારજનોએ જણાવ્યું કે હેમલ ઉર્ફે રાજભાઈ છુટક કામ ધંધો કરતા. ગઈકાલે સાંજે 4 વાગ્યે ઘરે હતા ત્યારે બીજા રૂમના બાથરૂમમાં ન્હાવા જવાનું કહી ગયા બાદ ગળાફાંસો ખાઈ લીધો હતો.
ઘરે હાજર તેમના માતા અને પત્નિને જાણ થતા આસપાસના લોકોને જાણ કરી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ. જયાં ઈમરજન્સી વિભાગના ડો. આસ્થા ગોહેલે જોઈ તપાસી તેને મૃત જાહેર કરેલ. મૃતકને દારૂનું વ્યસન હોય જેનાથી કંટાળી પગલું ભયુર્ં હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળેલ છે. બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
