હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તપનભાઈ દવે અને હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ કણઝરીયા ની નિયુક્તિ થતા ભાજપ પરિવાર દ્વારા અભિવાદન કરાયુ
આજરોજ હળવદ ભાજપ કાર્યાલય ખાતે હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ નું અભિવાદન કરવામાં આવ્યું હતું હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે સેવાભાવી નવયુવાન તપનભાઈ દવે અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ કણઝરીયા ની નિયુક્તિ કરાઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર તેમજ ગ્રામ્ય ભાજપ ના હોદેદારો એ બંને નવનિયુક્ત પ્રમુખ ને હાર ટોળા કરી અને મોહ મીઠા કરવી ઢોલ નગારા ના તાલે વધાવી અને શુભકામનાઓ કરી હતી આ પ્રસંગે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી , બિપીનભાઈ દવે , રજનીભાઈ સંઘાણી , અજયભાઈ રાવલ , મનસુખભાઇ ગોરિયા , ઘનશ્યામભાઈ ગોહિલ સહિત ભારતીય જનતા પાર્ટી ના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ખાસ હાજર રહ્યા હતા
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.