આજીવન શિક્ષક પૂજ્ય સીતારામ બાપુના અધ્યક્ષ સ્થાને વાલીઓનું સન્માન
આજીવન શિક્ષક પૂજ્ય સીતારામ બાપુના અધ્યક્ષ સ્થાને વાલીઓનું સન્માન
ભાવનગર શિશુવિહાર પરિસર માં સ્વાતંત્ર્ય સેનાની શ્રી પ્રેમશંકર ભાઈ ભટ્ટ બાલમંદિર ના ઉપક્રમે તા.૧૬ એપ્રિલ ના રોજ સત્રાંત ઉત્સવ યોજાઈ ગયો ..આ પ્રસંગે આજીવન શિક્ષક અને રાષ્ટ્રપતિ સન્માનિત પૂજ્ય સીતારામ બાપુ ના અધ્યક્ષ સ્થાને ૬ જાગ્રત વાલી તેમજ બાળ કેળવણી સાથે વર્ષભર નિષ્ઠા થી જોડાયેલ ૫ શિક્ષકો નું અભિવાદન થયું હતું.બાળકો ને નિયમિત રીતે બાલ મંદિર પરિસર માં કાળજી થી લાવવા - મૂકવા ની વ્યવસ્થા કરતા રિક્ષા ચાલકો નું પણ 65 બાળકો ના વાલીઓ ની પ્રેરક હાજરી માં અભિવાદન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું શિશુવિહાર સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે ની પ્રેરક ઉપસ્થિતિમાં
બાળકો દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વેશભૂષા ને માણવા માટે શહેરના ૨૫૦ થી વધુ નાગરિકો પધાર્યા હતા . સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી અંકિતાબેન ભટ્ટ દ્વારા થયું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
