ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અને પેન્શન અદાલત
*ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અને પેન્શન અદાલત*
**********
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસીઝ, સાબરકાંઠા ડીવીઝન, હિમંતનગર-૩૮૩૦૦૧ ની કચેરી ખાતે તારીખ ૨૦/૧૨/૨૦૨૪ (શુક્રવાર) ના રોજ ૧૧.૦૦ કલાકે ડાક અદાલત અને પોસ્ટલ પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલતનુ ૧૨:૦૦ કલાકે તેમજ પોસ્ટલ કર્મચારીઓના NPS ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે NPS અદાલતનુ ૧૩:૦૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓ/પેન્શન/NPS ને લગતા અન્ય મુદાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓને લગતી ટપાલ સેવા સંબંધી તેમજ પેન્શનને/NPS ને લગતી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસીઝ, સાબરકાંઠા ડીવીઝન, હિંમતનગર - ૩૮૩૦૦૧ ને મોડામાં મોડી તારીખ ૧૭/૧૨/૨૦૨૪ (મંગળવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.ફરિયાદ સ્પષ્ટ અને મુદાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ના હોવો જોઈએ.એમ અધિક્ષકશ્રી ડાકઘર સબારકાંઠાની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.