દાહોદનાં બાવકા ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષતામાં યોજાયો - At This Time

દાહોદનાં બાવકા ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષતામાં યોજાયો


છેલ્લા બે દાયકામાં દાહોદમાં વીજક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – વિધાનસભા દંડક રમેશભાઇ કટારા

રિપોર્ટર:રમેશભાઈ ભુરીયા

દાહોદ તા.૨૭

દાહોદનાં બાવકા ખાતે “ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય“ કાર્યક્રમ ગુજરાત વિધાનસભા દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષતામાં યોજાયો હતો. ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્રારા આયોજીત આ કાર્યક્રમમાં વિધુત ક્ષેત્રે ભારતે મેળવેલી સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ અને દેશમાં વર્ષ ૨૦૪૭ સુધીની વિજળી ક્ષેત્રે હાંસલ કરવાના લક્ષ્યાંકો વિશે મહાનુભાવો એ વિગતે વાત કરી હતી. કાર્યક્રમમાં લાભાર્થી નાગરિકોને યોજનાઓના લાભ યોજનાઓ વિશે માહિતી અપાઇ હતી.
આ પ્રસંગે દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, આજે દાહોદ જિલ્લા બાવકા ગામે આઝાદી ના ૭૫ વર્ષ દેશના પુર્ણ થયા ત્યારે એના ભાગરૂપે ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ યોજાયો છે. જિલ્લામાં એક સમયે વિજળી ક્ષેત્રે ખૂબ વિષમ પરિસ્થિતિ હતી. ગામડામાં પહેલા વાવાઝોડાથી વિજ થાંભલી પડી ગયી હોય તો બે મહીના રાહ જોવી પડતી હતી. હવે વિજ સમારકામ ઝડપ ભેર પુર્ણ કરવામાં આવે છે
તેમણે જ્ણાવ્યું કે દાહોદમાં બે દાયકા અગાઉ અને અત્યારની પરિસ્થિતિમાં મોટો તફાવત જોવા મળે છે. દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૦૫ માં ૫ સબ-સ્ટેશન હતા. જ્યારે અત્યારે ૨૦ સબ-સ્ટેશન છે. અગાઉ ૪૨ ફિડરો હતા જે હવે ૧૫૬ છે. જ્યારે ટ્રાંસમિટરો ૪૫૦૦ હતા જે સંખ્યા હવે વધીને ૧૯૦૦૦ થી વધુ ટ્રાંસમિટરો થયા છે. જિલ્લામાં બે દાયકામાં વિજ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવવામાં આવી છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના યશસ્વી નેતૃત્વમાં દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે તેમણે વીજ ક્ષેત્રે આગામી ૨૫ વર્ષમાં દેશનું વિઝનને સપષ્ટ કર્યું છે. દેશે વીજ ક્ષેત્રે જે સિદ્ધિઓ મેળવી છે તેને વધુ આગળ લઇ જતા આગામી ૨૫ વર્ષમાં કરવાના કામો માટેનો તેમણે નક્કર પાયો સ્થાપ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં સરકારી યોજનાનો લાભ લઈને નવું વીજ કનેકશન મેળવનારા તેમજ પ્રધાનમંત્રી કુસુમ યોજનાના લાભાર્થી નાગરિકોને લાભ અપાયા હતા. આ વેળાએ ચાર ફિલ્મો વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો, એક રાષ્ટ્ર એક ગ્રીડ અને અક્ષય ઉર્જા, ગ્રાહક અધિકાર દર્શાવાય હતી. જેને ઉપસ્થિત નાગરિકોએ રસપૂર્વક નિહાળી હતી.
કાર્યક્રમમાં સુર્ય ઉર્જા સંબંધિત તેમજ છેવાડાના ગામ સુધી વીજળી પહોંચવાથી આવેલા બદલાવ વિશેનું નુક્કડ નાટક ભજવવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી કુસુમ યોજના સહિતની યોજનાઓ વિશે વિગતે માહિતી અપાઈ હતી.મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મધ્ય ગુજરાત વીજ કંપની લી. તેમજ પાવર ગ્રીડ કંપનીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, મધ્યગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર પી.એમ. થાનાવાલા, સુપ્રીટેન્ડેટ એન્જિનિયર એન.એ. શાહ, અગ્રણી કરણસિંહ ડામોર, રતનસિંહ રાઠોડ, બાવકાના સરપંચ લીલાબેન તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.