વિરપુર તાલુકાના જેસવાના મુવાડામાં ગામે આખરે પાણી પહોંચ્યું: ગ્રામજનોમાં ખુશીની લહેર.. - At This Time

વિરપુર તાલુકાના જેસવાના મુવાડામાં ગામે આખરે પાણી પહોંચ્યું: ગ્રામજનોમાં ખુશીની લહેર..


પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત સંયુક્ત ઉપક્રમે પાણીની વ્યવસ્થા કરવામાં આવી...

મહિલાઓ એક કિલોમીટરથી પાણી ભરી લાવવાની મજબૂરીનો હવે અંત..

વિરપુર તાલુકાના જેસવાના મુવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો હતો.પાણી પુરવઠા વિભાગે તો પૂરતું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી હતી, પરંતુ ગ્રામ પંચાયતની બેદરકારી અને પ્રજાજન્તા વિમુખ વલણને કારણે ગ્રામજનોને અનેક તકલીફો ભોગવવી પડી હતી. ગામના નળ સૂકા રહ્યા ત્યારે મહિલાઓને દૂર દૂરથી માથે ઘડાં મૂકી પાણી ભરી લાવવું પડતું હતું –

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના અંતરિયાળ ગામે ગણાતા જેસવાના મુવાડા ગામે છેલ્લા કેટલાય સમયથી પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી હતી પાણી પુરવઠા વિભાગે આ ગામ માટે પાણીની વ્યવસ્થા તો કરી હતી, પરંતુ ગ્રામ પંચાયતની બેદરકારી અને આળસના કારણે ગામના નળોમાં પાણી આવતું ન હતું. પરિણામે, ગામની મહિલાઓને દરરોજ લગભગ એક કિલોમીટર દૂરથી પાણી લાવવું પડતું હતું. પાણી લાવતી વખતે થતો કંટાળો, સમયનો વેડફાટ અને શારીરિક થાક ગામની મહિલાઓ અને પરિવારજનો માટે મોટી સમસ્યા બની ગઈ હતી.ગામના આગેવાનો અને સ્થાનિક યુવાનોના સતત રજૂઆતો બાદ આખરે પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત તરફથી સંયુક્ત ઉપક્રમે કાર્ય શરૂ કરવામાં આવ્યું. ગામમાં પાણીની લાઇનની સમીક્ષા કરવામાં આવી, તૂટી ગયેલા પાઇપલાઇનને બદલવામાં આવ્યા બાદ નળ જોડાણો કરી પાણી આપવામાં આવ્યું હતું...

ગઇકાલે, આખરે તે ક્ષણ આવી, જ્યારે ગામના નળમાંથી પાણી નીકળવાનું શરૂ થયું. મહિલાઓ અને બાળકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ. ગ્રામજનો માટે આ પ્રસંગ તહેવાર સમાન હતો. ઘણા લોકો ઘર આંગણામાં પાણીના નળ ચાલતા જોઈ ખુશીથી નાચી ઉઠ્યા.

ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું કે, “અમે ગ્રામ જનોના દુઃખને સમજી, તત્કાળ કાર્યવાહી કરી. હવે દર ઘરમાં પાણી પહોંચી રહે તે માટે સતત દેખરેખ રાખીશું.” પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ પણ ગ્રામજનોની સહભાગિતા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image