શિશુવિહાર સંસ્થા ના ગોખલે જ્ઞાન મંદિર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ માટેનો વર્કશોપ યોજાશે - At This Time

શિશુવિહાર સંસ્થા ના ગોખલે જ્ઞાન મંદિર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ માટેનો વર્કશોપ યોજાશે


શિશુવિહાર સંસ્થા ના ગોખલે જ્ઞાન મંદિર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ માટેનો વર્કશોપ યોજાશે

ભાવનગર શિશુવિહાર સંસ્થા ના ગોખલે જ્ઞાન મંદિર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ માટેનો વર્કશોપ યોજાશે
પ્રિન્ટીંગ સાહિત્ય દરેક સંસ્થા માટે અનેક રીતે મહત્વનું તથા ઉપયોગી હોય છે. અતિશય નાનો આકાર, ઓછા ખર્ચ, હંમેશા હાથવણું તથા દરેકને સમજાવ્યુ તેવું આ સાધન સંસ્થાનું પ્રતિબિંબ હોય છે. બ્રોશર, વાર્ષિક રીપોર્ટ, પ્રેસનોટ કે પેમ્ફલેટ; ગાગરમાં સાગર સમાય તેમ ઓછા શબ્દોમાં બધું જ વ્યક્ત કરી શકે છે.
આપની સંસ્થા માટે બનતા આવા સાહિત્યને વધુ અસરકાર બનાવવા શિશુવિહાર સંસ્થાના ગોખલે જ્ઞાનમંદિર દ્વારા બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૫ ને શનિવારે સાંજે ૪-૦૦ થી ૭-૦૦ અને તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૫ રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના રોજ સવાર દરમિયાન યોજાનાર કાર્યક્રમ માં ભાવનગર-વડોદરાના અનુભવી અને નિષ્ણાંત મહાનુભાવો પ્રેઝન્ટેશન સાથે માર્ગદર્શન આપશે.
રસ ધરાવતા મિત્રો એ સંપર્ક મો.9824515995 તથા 7043332100 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી છે..

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.