માતાના વિયોગમાં ફીનાઇલ પી લીધું - At This Time

માતાના વિયોગમાં ફીનાઇલ પી લીધું


ભાવનગર રોડ પર વિજયનગરમાં રહેતાં ઉદય રમેશભાઇ પરમાર (ઉ.વ.18) ગતરોજ બપોરે ઘરે હતાં ત્યારે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ, ઉદયની માતાનું થોડા સમય પહેલા કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. જે બાદ તે ઉદાસીન રહેતો હતો. દરમિયાન તે ધો.10 ની પરીક્ષાની તૈયારી પણ કરતો હતો. માતાના વિયોગમાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. યુવક બે ભાઈમાં મોટો છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.