માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામની સીમ રેલ્વે પાટા પાસે અજાણ્યા પુરુષનો મળ્યો મૃત દેહ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ojlo0hnwmtzdli82/" left="-10"]

માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામની સીમ રેલ્વે પાટા પાસે અજાણ્યા પુરુષનો મળ્યો મૃત દેહ


તા માળીયા હાટીના
જી જૂનાગઢ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા

માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામની સીમમાં રેલ્વે પાટા પાસેથી એક અજાણ્યા પુરૂષની પડેલ હોવાની માળીયા હાટીના પોલીસ ને જાણ થતાં માળીયા હાટીના પોલીસે અજાણ્યા પુરુષને સારવાર અર્થે માળીયા હાટીના સિવિલ હોસ્પિટલ ખાતે ખસડેલ ફરજ ના અધિકારી ડો. કિનલબેને મૃત જાહેર કર્યો

મરણ જનાર અનનોન અજાણ્યો પૂરૂષ ઉ.વ.૩૦ વર્ષવાળો કોઇપણ અગમ્ય કારણોસર ટ્રેન માંથી પડી જતા અથવા કોઇપણ કારણોસર ટ્રેન સાથે અકસ્માતે અથડાતા શરીરે ગંભીર ઇજાઓ થતા મરણ ગયેલ છે.

હાલ લાશની કોઇ ઓળખ થઇ શકેલ નથી. જેથી આ લાશનો ફોટો આપવામાં આવેલ છે. આવો કોઇ ઇસમની ગુમ થયેલ હોય તો માળીયા હાટીના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા માળીયા હાટીના પોલીસ સ્ટેશન ફોન નં. – ૦૨૮૭૦ ૨૨૨૨૫૪ ,તેવી યાદી માળીયા હાટીના psi બી. કે ચાવડાએ જણાવેલ

આગળ ની વધુ તપાસ માળીયા હાટીના psi બી.કે. ચાવડા સહિતના પોલીસ સ્ટાફે કવાયત હાથ ધરી છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]