જાયન્ટસ ગ્રુપ બોટાદ દ્વારા વાહિયા ગામે દર માસે પૂનમે આપવામાં આવે છે બટુક ભોજન
જાયન્ટસ ગ્રુપ બોટાદ દ્વારા વાહિયા ગામે દર માસે પૂનમે આપવામાં આવે છે બટુક ભોજન
માનવ સેવા અંતર્ગત જાયન્ટસ ગ્રુપ બોટાદ દ્વારા દર મહિને પૂનમના દિવસે વહિયા ગામ(તા.બરવાળા)માં બટુક ભોજન આપવામાં આવે છે.જેના દાતા પરિવાર મૂળ વહિયાં ગામના હાલ બોટાદમાં વસવાટ કરતા જાયન્ટસ ગ્રુપ બોટાદના સક્રિય સભ્ય શૈલેષભાઈ પરમાર પરિવારનો સહયોગ મળી રહ્યો છે.જાયન્ટસ બોટાદના આ કાયમી પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ ફાગણી પૂનમે ૨૫૦ બાળકોએ બટુક ભોજનનો લાભ લીધેલ. બટુક ભોજનની તૈયારીમાં પૂજારી દેવ નારાયણદાસ ત્યાગી અને ગામજનો મદદરૂપ બનેલ.કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ બોટાદથી શૈલેષભાઈ પરમાર અને મુકેશભાઈ જોટાણીયા ઉપસ્થિત રહેલ.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.